SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ નમો ત્યુ ણું-સૂત્ર ૦ ૩૦૧ (૭) અશ્લોક-ભય-અપકીર્તિ થવાનો ભય. વેદના-ભયના સ્થાને કોઈ ગ્રંથકારો આજીવિકા-ભયને પણ ગણાવે છે. તેનો અર્થ નિર્વાહનાં સાધનો તૂટી જવાનો કે ચાલ્યા જવાનો ભય સમજવાનો છે. શ્રી તીર્થંકર દેવો જગતના જીવોને આ સાતેય પ્રકારના ભયમાંથી છોડાવે છે, તેથી તેઓ અભયદ કહેવાય છે. સામાન્ય રીતે ધૃતિ તરીકે ઓળખાતું ધર્મ-ભૂમિકાના કારણભૂત આત્માનું વિશિષ્ટ સ્વાસ્થ્ય, જેને જ્ઞાની પુરુષો અભય કહે છે, તેની પ્રાપ્તિ પણ શ્રી તીર્થંકર દેવો દ્વારા જ થાય છે, કારણ કે તેઓ ગુણના પ્રકર્ષને પ્રાપ્ત થયેલા હોય છે તથા અચિત્ત્વ શક્તિથી યુક્ત હોય છે. વસ્તુ-યાળ-[ચક્ષુર્વેભ્યઃ]-ચક્ષુ દેનારાઓને, શ્રદ્ધારૂપી નેત્રો આપનારાઓને. ચક્ષુને આપે તે ચક્ષુર્દ, ચક્ષુઃ-શબ્દથી અહીં ભાવચક્ષુઃ કે શ્રદ્ધા રૂપી નેત્રો સમજવાનાં છે, કારણ કે તેની પ્રાપ્તિ વિના કલ્યાણકર વસ્તુ-તત્ત્વનું દર્શન થતું નથી. ધર્મરૂપી કલ્પવૃક્ષના અવસ્થ્ય બીજ જેવી ઉત્તમ પ્રકારની શ્રદ્ધા શ્રી તીર્થંકરદેવો વડે જ પ્રાપ્ત થાય છે, તેથી તેઓ ચક્ષુર્દ કહેવાય છે. મળ-યાળ-[માf-àભ્ય:]-માર્ગ આપનારાઓને, માર્ગ દેખાડનારાઓને. માર્ગ દેનારા તે માર્ગદ, માર્ગ-શબ્દથી અહીં વિશિષ્ટ ગુણ-સ્થાનકની પ્રાપ્તિ કરાવનારો કર્મનો સ્વાભાવિક ક્ષયોપશમ સમજવાનો છે, જેને અન્ય લોકો* સુખા કહે છે. આવી ગુણસ્થાનકની પ્રાપ્તિ કરાવનારી ક્ષયોપશમવિશેષરૂપ સુખા શ્રી તીર્થંકર દેવો દ્વારા જ પ્રાપ્ત થાય છે. તેથી તેઓ માર્ગદ કહેવાય છે. સરળ-યાળ-[શરળ-àમ્ય:]-શરણ આપનારાઓને, આશ્રય પીડિતને રક્ષણ આપવું તે શણ, તેને આપનાર તે શરણદ, અતિ આપનારાઓને. * સાંખ્ય દર્શનાના પરિવ્રાજક ગોપેન્દ્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy