SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ નમો યૂ ણં સૂત્ર ૦૨૯૩ सव्वन्नूणं सव्व-दरिसीणं सिवमयलमरुयमणंतमक्खयमव्वाबाहमपुणरावित्ति सिद्धिगइनामधेयं ठाणं संपत्ताणं, नमो जिणाणं जिंअ-भयाणं ॥९॥ जे अ अईआ सिद्धा, जे अ भविस्संति णागए काले । संपइ अ वट्टमाणा, सव्वे तिविहेण वंदामि ॥१०॥ ૧. અપુરવત્તિય પાઠ-ભેદ. ૨-૩. સમવાયાંગસૂત્ર, જીવાભિગમસૂત્ર અને રાજપ્રશ્નીયસૂત્રમાં આ બે પદો જણાતાં નથી. ૪. કલ્પસૂત્ર, જીવાજીવાભિગમસૂર, રાજપ્રશ્નીયસૂત્ર વગેરે સૂત્રોમાં, તથા ચૈત્યવંદનસૂત્રની હરિભદ્રસૂરિએ રચેલી વૃત્તિ વગેરેમાં જ્યાં આ શક્રસ્તવ (નમો ત્યુ ણ) પાઠ દર્શાવ્યો છે, ત્યાં આ ગાથા જોવામાં આવતી નથી. ૫. આ ગાથા “ગાહા” છંદમાં છે. - શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશના સ્વોપન્ન-વિવરણમાં (પૃ. ૨૨૩માં) આ સંબંધમાં જણાવ્યું છે કે-પ્રણિપાત-દંડક પછી અતીત, અનાગત અને વર્તમાન જિનોને વંદન કરવા માટે કેટલાક આ ગાથાને બોલે છે : प्रणिपातदण्डकानन्तरं चातीतानागत-वर्तमान-जिनवन्दनार्थं केचिदेतां गाथां पठन्ति । શ્રી જિનદત્તસૂરિએ રચેલ ચૈત્યવંદનકુલકની વૃત્તિ, જે શ્રી જિનકુશલસૂરિએ સં. ૧૩૮૩માં વાલ્મટમેરુ (બાડમેર) પુરમાં રચેલી છે, તેના પૃ. ૬૩માં આ ગાથાના સંબંધમાં જણાવ્યું છે કે : ततो 'जे अईया सिद्धा' इति गाथामनागमिकीमपि पूर्वश्रुतधरविरचितामिति पदे पदे व्यवतिष्ठन् पठेत् । ભાવાર્થ - શિક્રસ્તવ પછી] જે અઇયા સિદ્ધા એ ગાથા આગમ-સંબંધિની ન હોવા છતાં પણ પૂર્વશ્રુતધરે રચેલી હોઈને પદે પદે વ્યવસ્થા કરતો તે ગાથાને બોલે. શ્રી જિનચંદ્રસૂરિના શિષ્ય તરુણપ્રભસૂરિએ વિ. સં. ૧૪૧૧માં રચેલી પડાવશ્યક-વૃત્તિ(બાલાવબોધ)માં આ ગાથાના કર્તૃત્વ-સંબંધમાં મહત્ત્વની નોંધ કરી, તેને ઉમાસ્વાતિએ રચેલી જણાવી છે : अथानंतरु त्रिकालवर्ति-जिन-वंदना-निमित्त उमास्वाति-विरचित ए गाह कहइ जे [] કુંગા સિદ્ધા (પોથી ૨, પત્ર ૧૧) સંવત ૧૪૬૮માં શ્રી વર્તમાનસૂરિએ રચેલા આચારદિનકર ગ્રંથમાં આ ગાથાને ગીતાર્થ મુનિઓએ કહેલી જણાવી છે : अग्रतो गाथा च गीतार्थमुनिभिः प्रोक्ता कथ्यते । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy