SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ જં કિંચિ-સૂત્ર૦ ૨૯૧ આજનાં પ્રસિદ્ધ જૈન તીર્થો નીચે મુજબ ગણાય છે :સૌરાષ્ટ્રમાં—શત્રુંજય, ગિરનાર, તાલધ્વજ (તલાજા), કદંબગિરિ, અજાહરા પાર્શ્વનાથ (ઊના-દેલવાડા) વગેરે. કચ્છમાં—ભદ્રેશ્વર વગેરે. ગુજરાતમાં—(ઉત્તરમાં)શંખેશ્વર, સેરીસા, પાનસર, ભોયણી, તારંગા, (દક્ષિણમાં) કાવી, ગાંધાર, સ્તંભન-પાર્શ્વનાથ (ખંભાત), ઝઘડિયાજી (નર્મદા-તટે) વગેરે. રાજસ્થાનમાં—(મારવાડ, મેવાડ)માં-આબૂ, કુંભારિયા, બામણવાડા, રાણકપુર, ફલોધિ, કેસરિયાજી, સાચોર વગેરે. મધ્યપ્રદેશમાં—(માલવા, બુંદેલખંડ)માં-માંડવગઢ, અંતરિક્ષજી, મક્ષીજી, ઉજ્જૈન, ભોપાવર વગેરે. ઉત્તર પ્રદેશમાં-હસ્તિનાપુર, મથુરા, પ્રયાગ (અલ્લાહબાદ) બનારસ, અયોધ્યા, સેટમેટકા કિલ્લા (શ્રાવસ્તી) વગેરે. બિહારમાં-રાજગૃહ, પાવાપુરી, ક્ષત્રિયકુંડ, કાકંદી, ચંપાપુરી, સંમેતશિખર વગેરે. આંધ્ર-રાજ્યમાં—(તેલંગણ)માં કુલપાકજી (માણિક્યપ્રભુ), ભાંડકજી વગેરે. આ સિવાય નાનાં નાનાં તીર્થો ઘણાં છે, જેનો પરિચય વિવિધ તીર્થમાળા વગેરેમાં આપેલો છે. (૫) અર્થ-સંકલના સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલોકમાં જે કોઈ તીર્થ હોય અને જે જે જિનબિંબો હોય, તે સર્વેને હું વંદન કરું છું. (૬) સૂત્ર-પરિચય આ સૂત્રમાં ત્રણ લોકમાં રહેલાં સઘળાં તીર્થો અને સઘળાં બિબોને અભિવાદન કરવામાં આવ્યું છે. (૭) પ્રકીર્ણક આ સૂત્ર પોથી ૨,૩,૪,૫,૬ વગેરેમાં ચૈત્યવંદનના અધિકારમાં જોવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy