SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ३५ આવશ્યક સૂત્ર કે જેનાં છ અધ્યયનો છે અને જેનું પ્રથમ અધ્યયન સામાયિક છે, તે અર્થથી અરિહંતો વડે પ્રકાશિત છે, એ વાત નિર્યુક્તિકાર ભગવાન શ્રીભદ્રબાહુસ્વામીનાં વચનોથી આપણે જોઈ આવ્યા. નિર્યુક્તિકાર પછી ઉલ્લેખનીય સ્થાન પ્રાપ્ત થાય છે ભાષ્યકારનું. આવશ્યકસૂત્રના પ્રથમ અધ્યયનની નિયુક્તિ ઉપર વિશેષાવશ્યકભાષ્યના રચિયતા સમર્થ શાસ્ત્રકાર પુણ્યનામધેય શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે, અને તેના ઉપર વિશદ વૃત્તિના રચિયતા મલધારગચ્છીય આચાર્ય શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી છે. ગ્રંથના પ્રારંભમાં જ વૃત્તિકા૨ ફ૨માવે છે કે : ચરણ-કરણ-ક્રિયા-કલાપરૂપ વૃક્ષના મૂળ સમાન સામાયિક અધ્યયનરૂપ અને શ્રુતસ્કંધરૂપ શ્રીઆવશ્યકસૂત્ર અર્થથી શ્રીતીર્થંકરદેવોએ અને સૂત્રથી શ્રીગણધરભગવંતોએ રચેલું છે. એ સૂત્રની અતિશય ગંભીરતા અને સકલ સાધુ-શ્રાવકવર્ગની નિત્યની (ક્રિયામાં) ઉપયોગિતા જાણીને ચૌદ પૂર્વધર શ્રીભદ્રબાહુસ્વામીએ આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન ઇત્યાદિ પ્રસિદ્ધ ગ્રંથસ્વરૂપ નિર્યુક્તિ રચેલી છે.* ત્યારબાદ, ત્રણ પ્રકારના લોકોત્તર આગમોમાં આવશ્યકસૂત્ર શેમાં અવતાર પામે છે ? તેનું વર્ણન કરતાં ભાષ્યકાર મહર્ષિ સ્વયમેવ ફરમાવે છે કે : સુઓ મળદ્વારીળું, તસ્મિસાનું તહાવસેતાળ । एवं अत्ताणंतर- परंपरागमपमाणम्मि || अत्थे उ तित्थंकरगणधरसेसाणमेवेदं । Jain Education International આનું સ્પષ્ટીકરણ કરતાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે : વિ. મા. ગાથા ૧૪૮-૨ ★ इह चरणकरणक्रियाकलापतरुमूलकल्पं सामायिकादिषडध्ययनात्मक श्रुतस्कंधरूपमावश्यकं तावदर्थतस्तीर्थंकरैः, सूत्रतस्तु गणधरैर्विरचितम् । अस्य चातीव गम्भीरार्थतां सकलसाधु श्रावकवर्गस्य नित्योपयोगितां च विज्ञाय चतुर्दशपूर्वधरेण श्रीमद्भद्रबाहुस्वामिना एतद्व्याख्यानरूपा 'आभिणिबोहिअनाणं सुयनाणं चेव ओहिनाणं च' इत्यादि प्रसिद्धग्रंथरूपा निर्युक्तिः कृता । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy