________________
રૂ૪
તપ, નિયમ અને જ્ઞાનરૂપી વૃક્ષ ઉપર આરૂઢ થયેલા અપરિમિત જ્ઞાની કેવળી ભગવંત ભવ્ય જીવોને બોધ કરવા માટે વચનરૂપી પુષ્પોનો વરસાદ વરસાવે છે. તેને ગણધર ભગવંતો બુદ્ધિમય પટ વડે ગ્રહણ કરીને સૂત્રરૂપે ગૂંથે છે. જિનેશ્વરનાં વચનો સુખપૂર્વક ગ્રહણ અને ધારણ થઈ શકે તથા સુખપૂર્વક આપી અને લઈ શકાય તે કારણે પોતાનો કલ્પ સમજીને ગણધરો તેને સૂત્રરૂપે રચે છે. કહ્યું છે કે :
અરિહંતો અર્થને કહે છે, શાસનના હિતને માટે ગણધરો તેને નિપુણ રીતે સૂત્રમાં ગૂંથે છે, અને તેથી શ્રત પ્રવર્તે છે.*
કેવળજ્ઞાન પ્રાપ્ત થયા બાદ અરિહંતોએ સ્વમુખે કહેલું તથા નિપુણ બુદ્ધિના ધારક ગણધરોએ ભાવિશાસનના હિતને માટે સ્વયમેવ રચેલું શ્રુત શું છે? તેનો ખુલાસો કરતાં કહ્યું છે કે -
સામાયિકથી માંડીને બિંદુસાર (ચૌદમું પૂર્વ) પર્વત શ્રુતજ્ઞાન છે. તે શ્રુતજ્ઞાનનો સાર ચારિત્ર છે, અને ચારિત્રનો સાર નિર્વાણ (મોક્ષસુખ) છે.*
પ્રતિક્રમણ સૂત્રના રચયિતા કોણ ?
- આપણો પ્રસ્તુત વિષય પ્રતિક્રમણ સૂત્રનો છે. પ્રતિક્રમણ સૂત્ર એ સામાયિકથી માંડી બિંદુસાર પર્વતના શ્રુતજ્ઞાનનો જ એક ભાગ છે. તેથી તેને અર્થથી કહેનારા અરિહંત ભગવંતો છે અને સૂત્રથી ગૂંથનારા ગણધર ભગવંતો છે.
એ જ વાતને સવિશેષ પ્રમાણિત કરવાને માટે અમે આવશ્યકસૂત્ર ઉપર રચાયેલ નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, અને ટીકાગ્રંથોની કેટલીક હકીકત અહીં રજૂ કરીએ છીએ.
-મા. નિ. નાથા ૨૨
★ अत्थं भासइ अरहा, सुत्तं गंथंति गणहरा निउणं ।
सासणस्स हियट्ठाए, तओ सुत्तं पवत्तइ ॥ + सामाइयमाईयं, सुयनाणं जाव बिन्दुसाराओ ।
तस्स वि सारो चरणं, सारो चरणस्स निव्वाणं ॥
-आ. नि. गाथा ९३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org