________________
૨૮૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
આ સૂત્રના છંદો સંબંધી જણાવવાનું કે-વાગ્વલ્લભ, છંદશાસ્ત્ર અને વૃત્તમૌક્તિક આદિ ગ્રંથોના અભિપ્રાયથી કશા નિયમ વિના માત્ર ૨૪ માત્રા લાગવાથી રોલા કે રોડા છંદ બને છે, એટલે પ્રથમ પઘનો છંદ રોલા જણાવેલો છે. ગુપ્ત અને શોભના છંદની માફક આ છંદમાં ૧૪ માત્રા તથા ૧૦ માત્રાએ યતિ આવે છે, પણ ગુપ્ત છંદમાં છેવટે નગણ હોય છે અને શોભના છંદમાં છેવટે જગણ હોય છે, ત્યારે છંદમાં છેવટે ભગણ છે, એટલે તેનું સ્વરૂપ જુદું છે. બીજું અને ત્રીજું પદ્ય વસ્તુ છંદમાં છે. આ છંદમાં પ્રથમ પંક્તિ ૨૨ માત્રાની હોય છે અને તેમાં ૭, ૭ અને ૮ માત્રાએ યુતિ હોય છે. પછી એક ઉપગીતિ અને એક દોહરો છે. વિ. સં. ૧૨૪૧માં કવીશ્વર શ્રી શાલિભદ્રસૂરિએ રચેલા ભરત-બાહુબલિરાસમાં આ છંદ આવી રીતે જ વપરાયેલો છે. (૭) પ્રકીર્ણક
શ્રી તરુણપ્રભસૂરિએ વિ. સં. ૧૪૧૧માં રચેલી પડાવશ્યકબાલાવબોધમાં આ સૂત્રનો ઉલ્લેખ પ્રભાતમાં માંગલિક તરીકે બોલવાના નમસ્કાર તરીકે મળે છે-તત્વજ્ઞ રાત્રિપ્રતિમા દુંગયું. તઽ પાડું મ્મભૂમિäિ, પઢમ-સંધળિ-ઇત્યાદિ નમસ્કાર, શ્રીઋષભ-વર્ધમાનક ઇત્યાદિ સ્તવન, પ્રતિલેખનાદિક-કુલક ( અઠ્ઠાવયંમિ ઉસહો ઇત્યાદિ પ્રભાત-માંગલિક ભાવના - કુલક પૃષ્ઠ ૪૮). આ નમસ્કાર, પોથી ૨, ૫ અને ૬માં ભૂમિહિં कम्मभूमिहिं, जग- चिंतामणि जगह नाह अने जं किंचि नामतित्थं ए ગાથાઓવાળો આપેલો છે. વિ. સં. ૧૬૭૮માં લખાયેલી પોથી ૧૧માં આ પાઠ છ ગાથાવાળો નજરે પડે છે. વિ. સં. ૧૭૫૧માં શ્રીજિનવિજયજીએ રચેલા ષડાવશ્યક-બાલાવબોધમાં સિદ્ધસ્તવની ત્તાર અવુ મ ો અ ગાથાના વિવરણ-પ્રસંગે જણાવ્યું છે કે : શ્રી ગૌતમસ્વામી જ્યારે અષ્ટાપદ-પર્વત પર વંદન કરવા ગયા, ત્યારે તેમણે આ ગાથામાં જણાવેલા ક્રમ પ્રમાણે જિનબિંબોને જગચિંતામણિની બે ગાથા વડે ચૈત્યવંદન કર્યું હતું. કવિરાજ શ્રી પદ્મવિજયજી મહારાજ, જેઓ વિ. સં.ની ઓગણીસમી સદીના પ્રારંભમાં વિદ્યમાન હતા, તેમણે અષ્ટાપદના સ્તવનમાં જગ-ચિંતામણિ તિહાં કર્યું, મારા વહાલાજી રે એવો નિર્દેશ કરેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org