________________
જગચિંતામણિ ચૈત્યવંદન ૦૨૮૫
[૪] ચોથું નામ ભરૂચનું આવે છે કે જે મુનિસુવ્રતસ્વામીના તીર્થ તરીકે લાંબા સમય સુધી વિખ્યાત હતું. અહીંનો શકુનિકા-વિહાર દેશવિદેશમાં પ્રખ્યાતિ પામ્યો હતો. તેણે જૈનધર્મની યશોગાથા લાંબા સમય સુધી અખ્ખલિત રીતે ગાઈ હતી.
[૫] પાંચમું નામ મથુરાનું આવે છે કે જે એક કાળે નિગ્રંથ-સંસ્કૃતિનું મહાન કેન્દ્ર હતું. દેવોએ ત્યાં સુપાર્શ્વનાથ અને પાર્શ્વનાથ પ્રભુના દિવ્ય તૂપો ઊભા કર્યા હતા તથા માનવ ભક્તોએ પણ અનેક સ્તૂપો અને ગગનચુંબી ભવ્ય જિન-પ્રાસાદોની રચના કરી હતી. વીર-નિર્વાણની ચૌદમી સદીમાં (વિક્રમની નવમી સદીમાં) યુગ-પ્રભાવક આચાર્ય શ્રી બપ્પભટ્ટસૂરિએ આ તીર્થનો ઉદ્ધાર કરીને શ્રી વીરભગવાનના બિંબની પ્રતિષ્ઠા કરી હતી તથા શ્રી પાર્શ્વનાથ ભગવાનની પૂજા પ્રવર્તાવી હતી.
જૈન ધર્મના અનેક નામાંકિત નર-નારીઓનાં નામો આ નગરી સાથે જોડાયેલાં છે તથા નિગ્રંથ-સમુદાયને એકઠો કરીને જૈનાગમોને સંકલિત તથા વ્યવસ્થિત કરવાનો પ્રયાસ આર્યસ્કંદિલાચાર્યે આ જ નગરીમાં કર્યો હતો, તેથી પણ આ મથુરાતીર્થનું નામ ચિરંજીવ થયેલું છે. ત્યાં રહેલા સ્તૂપો અને મંદિરોના ભવ્ય અવશેષો એ પુરાણકાળની પવિત્ર યાદ આપે છે અને પ્રત્યેક જૈનને પુનઃ એક વાર સમસ્ત જગતમાં આઈ-ધર્મની ઉદ્ઘોષણા કરવાનું મૂક ઉદ્દબોધન કરે છે.
આ રીતે પંચતીર્થીના અધિનાયકોને વંદન કર્યા પછી મહાવિદેહક્ષેત્રમાં વિચરતા જિનોને તથા ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળને આશ્રીને ચાર દિશા અને ચાર વિદિશામાં જે કોઈ તીર્થકરો થયા હોય, થવાના હોય કે વર્તમાનમાં વિદ્યમાન હોય, તેમને વંદના કરવામાં આવી છે.
ચૈત્યવંદનના ચોથા પદ્યમાં શાશ્વત-ચૈત્યોની સંખ્યા ગણાવીને તેને વંદના કરવામાં આવી છે. તથા પાંચમા પદ્યમાં તે જ મુજબ શાશ્વત-બિંબોની સંખ્યા ગણાવીને તેને ભક્તિભાવથી પ્રણામ કરવામાં આવ્યા છે.
આ ચૈત્યવંદનમાં પ્રાતઃસ્મરણીય તીર્થકર દેવોના ગુણગાન કરીને તેમનાં બિબો, ચૈત્યો તથા તીર્થોને ભક્તિભાવથી વંદન કરવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org