________________
જગચિંતામણિ ચૈત્યવંદન ૨૭૭
ચૈત્યવંદન સમ્યક્ પ્રકારે (વિધિયુક્ત) કરવાથી શુભ ભાવ ઉત્પન્ન થાય છે, શુભ ભાવથી કર્મોનો ક્ષય થાય છે અને કર્મોનો ક્ષય થવાથી સર્વ પ્રકારનું કલ્યાણ (મોક્ષ) પ્રાપ્ત થાય છે.
વ-રૂપ, સમાન આકૃતિ, પ્રતિકૃતિ, પ્રતિમા, બિંબ, મૂર્તિ.
મનને વશ કરવા માટે, કલ્પનાને સ્થિર કરવા માટે અને અધ્યવસાયોને શુદ્ધ કરવા માટે જ્ઞાની પુરુષોએ જે જે ઉપાયો બતાવ્યા છે, તેમાં મૂર્તિ એક પ્રબલ સાધન છે. તેને સ્મરણમાં લાવવાથી, તેનાં દર્શન કરવાથી તથા તેનું અર્ચન કરવાથી મૂલ પુરુષનું સન્માન થાય છે અને તેનું જીવન તથા કથન આપણી નજ૨-સમક્ષ તરવરવા લાગે છે. બીજી રીતે કહીએ તો મૂર્તિ એ મનને સ્થિર કરવાનું અને પવિત્ર કરવાનું પ્રબલ નિમિત્ત છે, તેથી પુષ્ટ આલંબન સિવાય ધ્યાનમાં પ્રગતિ સંભવતી નથી. વળી જે પ્રકારની મૂર્તિ હોય, તે જ પ્રકારના ભાવોથી મન વાસિત થાય છે, એટલે મૂર્તિના સ્વરૂપનો વિચાર કરવો અનિવાર્ય છે, જિન-મૂર્તિનું સામાન્ય સ્વરૂપ નીચેના શ્લોકમાં બરાબર વ્યક્ત થાય છે ઃ
प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं,
वदनकमलमङ्कः कामिनीसङ्गशून्यः । करयुगमपि यत् ते शस्त्रसम्बन्धवन्ध्यं,
तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥
ભાવાર્થ :- હે પ્રભો ! તમારું દૃષ્ટિ-યુગલ પ્રશમ-રસમાં નિમગ્ન છે, તમારું મુખ-કમલ પ્રસન્ન છે, તમારો ખોળો સ્ત્રીના સંગથી રહિત છે, તમારા બંને હાથ શસ્ત્રના સંબંધ-વિનાના છે, તેથી જગત્માં વીતરાગ દેવ તમે જ છો.
અર્હત્ અને સિદ્ધ આરાધ્ય હોઈ તેમનાં બિબો પૂજાને યોગ્ય ગણાય છે. તેમાં અર્હત્તાં બિંબ બે પ્રકારનાં હોય છે : એક તો પરિકર-સહિત અને બીજાં પરિકર-રહિત. તેમાં જે બિંબ પરિકર-સહિત હોય છે, જેની આસપાસ અશોકવૃક્ષ, દિવ્ય ફૂલોનો વરસાદ આદિ આઠ પ્રાતિહાર્યો કોરેલાં હોય છે, જ્યારે પરિકર-રહિત મૂર્તિ તદ્દન સાદી હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org