________________
૨૭૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
ચૈત્યને કરવામાં આવેલું વંદન, તે ચૈત્યવંદન અથવા ચૈત્ય દ્વારા કરાતું વંદન, તે ચૈત્ય વંદન. અથવા જેના વડે ચૈત્યને વંદન થાય, તે ચૈત્યવંદન.
ચૈત્યનો અર્થ શ્રીસ્થાનાંગસૂત્રના ત્રીજા સ્થાનના પ્રથમ ઉદ્દેશમાં ટીકાકાર શ્રી અભયદેવસૂરિએ ચૈત્યમવ નિજાતિપ્રતિજોવ એવો અર્થ કરેલો છે. વળી આચારાંગ, સૂત્રકૃતાંગ, ભગવતી સૂત્ર, જ્ઞાતાધર્મકથા અને પ્રશ્નવ્યાકરણ આદિ જૈનાગમોમાં નીચેનું વાક્ય ઘણી વાર વપરાયેલું જોવામાં આવે છે.
कल्लाणं मंगलं देवयं पज्जुवासामि ।
આ વાક્યનો સ્પષ્ટ અર્થ કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ અને ચૈત્યરૂપ એવા આપની પર્યાપાસના-ભક્તિ કરું છું, તેવો થાય છે.
શ્રી હેમચંદ્રાચાર્યે અભિધાનચિંતામણિમાં-ચૈત્ય નિની તMિE ચૈત્ય એટલે જિન-મંદિર અને જિનબિંબ એવો અર્થ જણાવેલ છે. શ્રી હરિભદ્રસૂરિએ સંબોધ-પ્રકરણના દેવસ્વરૂપમાં જણાવ્યું છે કે-વેફસો સ્ત્રો, નિદ્ર-પતિમ ત્તિ સભ્યો હિ . મતલબ કે ચૈત્ય શબ્દ જિતેંદ્ર પ્રતિમાના અર્થમાં રૂઢ છે.
વેફર્યવંત-મહામાસમાં ચૈત્યવંદનનો અર્થ નીચે મુજબ કરેલો છે : भावजिण-प्पमुहाणं, सव्वेसिं चेव वंदणा जइ वि । નિ-વેચાઇ પુરો, ઋી વિ-વં તે ફરા.
ભાવજિન આદિ સર્વે જિનેશ્વરોને વંદન કરવું, તે વંદના છે, પરંતુ જિન-ચૈત્યોની સમક્ષ જે વંદના કરાય છે, તે ચૈત્યવંદના કહેવાય છે.
તેની મહત્તા જ્ઞાની પુરુષોએ નીચે મુજબ પ્રકાશી છે :
चैत्यवन्दनतः सम्यक्, शुभो भावः प्रजायते । तस्मात् कर्मक्षयं सर्वं, ततः कल्याणमश्रुते ॥*
* લ. વિ. પૃ. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org