________________
જગચિંતામણિ ચૈત્યવંદન ૦ ૨૬૧
રક્ષણ કરનારા !...
હિંસા અને પ્રતિહિંસા વડે જગતનો-જગતની શાંતિનો નાશ થાય છે, જ્યારે અહિંસા અને અભયદાન વડે જગતનું જગત-શાંતિનું રક્ષણ થાય છે. શ્રીજિનેશ્વરદેવો પોતાની અતિશયવાળી વાણીમાં અહિંસા અને અભયદાનની પ્રચંડ ઉદ્ઘોષણા કરતા હોવાથી તેઓ જગદ્-રક્ષક કહેવાય છે અથવા તો જગતના જીવોને તેઓ કર્મ-બંધનમાંથી છોડાવે છે; એટલે પણ તેઓ જગદ્ક્ષક તરીકે સંબોધાય છે.
ના-વધવ ! [નાવ્-વધવ !] -જગતના બંધુ ! જગતના હિતૈષી !
વન્યુ-એટલે બાન્ધવ. અર્થાત્ ભાઈ, નિકટવર્તી સ્વજન, પિતરાઈ કે સગાંવહાલાં, સામાન્ય રીતે જે કોઈ હિતેષી હોય તે માટે પણ એ જ શબ્દ વપરાય છે. શ્રીજિનેશ્વરદેવ જગતના પરમહિતૈષી છે, કારણ કે તેઓ કોઈ પણ જાતનો સ્વાર્થ રાખ્યા વિના પરમહિતનું રહસ્ય પ્રકાશે છે અને તેથી જગતના જીવોનું કલ્યાણ થાય છે.
નળ-સત્યવાદ !-[નાત્-સાર્થવાહો: !]-જગતના સાર્થવાહ ! જગતના નેતા. જગતને ઇષ્ટ સ્થળે (મોક્ષ) પહોંચાડનાર !
સાર્જ-એટલે ઇષ્ટ સ્થળે પહોંચવા ઇચ્છતો મુસાફરોનો સમૂહ કે કાફલો; તેને વહન કરનાર, તેની સર્વ પ્રકારે સારસંભાળ કરનાર જે અગ્રણી, આગેવાન કે નાયક હોય, તે સાર્થવાહ કહેવાય છે. મતલબ કે જે સાર્થ-નાયક સાર્થને યોગ્ય રસ્તે લઈ જાય છે, ઇષ્ટ સ્થળે પહોંચાડે છે, તે સાર્થવાહ કહેવાય છે. શ્રીજિનેશ્વરદેવ જગતના જીવોને પોતાના સમર્થ નેતૃત્વ નીચે ધારેલા સ્થળે એટલે કે મોક્ષપુરીએ લઈ જાય છે, તેથી તેઓ નળ-મત્સ્યવાદ કહેવાય છે.
નળ-ભાવ-વિઅવળ !-[નાવ્-માવ-વિષક્ષા:]-જગતના સર્વ ભાવોને જાણવામાં તથા પ્રકાશવામાં નિપુણ ! ભાવ શબ્દ જુદા જુદા અર્થોમાં વપરાય છે. જેમ કે અસ્તિત્વ, પ્રકૃતિ, સ્વભાવ, પદાર્થ, પર્યાય, ઇરાદો, વૃત્તિ, લાગણી, તાત્પર્ય, અભિપ્રાય, ચેષ્ટા, અભિનય, હેત, પ્રીતિ, આસ્થા, કિંમત, ૬૨, સ્થિતિ, સ્વરૂપ, વગેરે. તેમાંથી પદાર્થ અને પર્યાય અર્થો અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org