SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૧ જેનો સમભાવવાળો આત્મા સંયમ, નિયમ અને તપમાં સારી રીતે આવેલો હોય, તેને સામાયિક થાય છે; એમ શ્રીકેવલી ભગવંતે કહેલું છે. जो समो सव्वभूएसु, तसेसु थावरेसु य ।। तस्स सामाइयं होइ, इइ केवलि-भासियं ॥ ત્રસ અને સ્થાવર એવા સર્વ જીવો પ્રત્યે જે રાગ-દ્વેષ-રહિત ચિત્તવૃત્તિથી વર્તે છે, તેને સામાયિક થાય છે; એમ શ્રીકેવલી ભગવંતે કહેલું છે. એટલે મૂળગુણ રૂપ સંયમ, ઉત્તરગુણ રૂપ નિયમ, અનશનાદિ તપ અને સર્વ જીવો પ્રત્યે રાગદ્વેષ-રહિત ચિત્ત-વૃત્તિ એ સામાયિકની સિદ્ધિનાં મુખ્ય અંગો છે. અહીં મૂળગુણથી મહાવ્રતો અને ઉત્તર-ગુણથી સમિતિઓ તથા ગુપ્તિઓ સમજવાની છે. મતલબ કે મહાવ્રતો, સમિતિઓ, ગુપ્તિઓ, તપ અને ભાવનાની પાછળ જે આદર્શ રહેલો છે, તે જ આદર્શ સામાયિકની ક્રિયા કરતી વખતે નજરની સમક્ષ રાખવો જોઈએ. સામાફિય-સુત્ત અથવા કરેમિ ભંતે સૂત્ર આવી એક અપૂર્વ ક્રિયા માટે યોજાયેલું છે, તેથી તે અર્થ-ગંભીર અને પ્રાસાદિક હોય એ સ્વાભાવિક છે. તેમાં વિનયનો વિકાસ છે, સંકલ્પની શુદ્ધિ છે, તેમનું પ્રત્યાખ્યાન છે, સગુણની ઉપાસના છે અને જીવન પ્રત્યેની દૃષ્ટિનું યોગ્ય ઘડતર પણ છે. સૂત્રના પ્રારંભમાં આવેલાં ભંતે-એ બે પદો ગુરુ પ્રત્યેનો અપૂર્વ આદર બતાવે છે; એટલે તેમાં વિનયનો વિકાસ રહેલો છે. ત્યાર પછી રજૂ થતો સીમ શબ્દ સમભાવનો આદર્શ રજૂ કરે છે, એટલે તેમાં સંકલ્પની શુદ્ધિ રહેલી છે. ત્યાર પછી સાવનું નો પરિશ્વામિ એ ત્રણ પદો વ્યવસ્થિત થયેલાં છે, જે સાવદ્ય યોગનો ત્યાગ સૂચવે છે; એટલે તેમાં હેયનું પ્રત્યાખ્યાન રહેલું છે. ત્યાર પછી નાવનિયમું જુવાનિ એ પદો આવે છે, જે કાલની મર્યાદાનું અને પ્રતિજ્ઞાનું સૂચન કરે છે. સામાયિકનો ઓછામાં ઓછો કાળ પણ એક મુહૂર્ત(૪૮ મિનિટ)નો સમજવો આ માટે વંદિત્તાસૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે : जाव नियमं पज्जुवासामित्ति-जइवि सामन्न वयणमेअं, तहावि Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy