________________
કરેમિ ભંતે' સૂત્ર ૨૩૭
તદાકાર થવું તે સમાધિ છે. આ ત્રણે વસ્તુ કાયોત્સર્ગ તથા ભાવના દ્વારા સિદ્ધ થાય છે કે જેનું વિધાન આત્યંતર તપના છઠ્ઠા પ્રકારમાં તથા સ્વતંત્ર રીતે કરેલું છે. '
આધ્યાત્મિક દૃષ્ટિએ તો સંવરની આ ક્રિયાઓ વિચાર, વાણી અને વર્તનને સુધારનારી છે, મનુષ્યના હૃદયમાં રહેલી પાશવી વૃત્તિઓને દૂર કરનારી છે અને સમતા, શાંતિ તથા પવિત્રતાના સિંચન વડે કાલ્પનિક દુઃખોને દૂર કરીને પ્રશમ-રસનો અનુભવ કરાવનારી છે. ટૂંકમાં ચિદાનંદઘનની મહામોજ માણી શકાય તેવી સર્વ સામગ્રી સંવરના પ૭સત્તાવન ભેદોમાં રહેલી છે, તેનું યથાર્થ આરાધન એ જ સામાયિક છે.
પ્રભુ શ્રી મહાવીરે ગ્રહણ કરેલા સામાયિકને અંગે શ્રીતત્ત્વાર્થસૂત્રની ભાષ્ય-કારિકા(ગા. ૧૫, ૧૬)માં જણાવ્યું છે કે :
जन्म-जरा-मरणार्तं, जगदशरणमभिसमीक्ष्य निःसारम् । स्फीतमपहाय राज्यं, शमाय धीमान् प्रवव्राज ॥ प्रतिपद्याशुभशमनं, निःश्रेयस्साधकं श्रमणलिङ्गम् । कृतसामायिककर्मा, व्रतानि विधिवत् समारोप्य ॥
જન્મ, જરા અને મરણથી પીડાતા જગતને અશરણ અને નિઃસાર જોઈને એ મેધાવી પુરુષે વિશાળ રાજ્ય-સુખનો ત્યાગ કરીને શાંતિને માટે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. તે વખતે તેમણે અશુભને શમાવનારો અને કલ્યાણમાર્ગનો સાધક એવો શ્રમણનો વેષ ધારણ કર્યો, તથા સામાયિક-કર્મનો સ્વીકાર કરીને વ્રતોને વિધિ-પુર:સર સ્વીકાર્યા. તાત્પર્ય કે પ્રભુ શ્રી મહાવીરે સંસારનો ત્યાગ કરીને આત્મ-કલ્યાણ સાધવા માટે જે ક્રિયાનો આશ્રય લીધો હતો, તે સામાયિકની ક્રિયા હતી અને તેની સિદ્ધિ વડે જ તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું.
સામાયિકની સિદ્ધિ કરવા માટે કઈ ભૂમિકાએ પહોંચવું આવશ્યક છે ? તેનો યત્કિંચિત્ ખ્યાલ શ્રીવિશેષાવશ્યકભાષ્યગા. ૨૬૭૯, ૨૬૮૦)ની નિમ્ન પંક્તિઓમાં આપવામાં આવ્યો છે :
जस्स सामाणिओ अप्पा, संजमे नियमे तवे । तस्स सामाइयं होइ, इइ केवलि-भासियं ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org