________________
૨૩૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
જ્યારે તેમાં ઘણાય કીડા ખદબદતા હોય.
(૬) જીવાજીવ-મિશ્રિત-જીવો અને અજીવો બંને સાથે હોય, તેમાં એકને વધારે બતાવવા ને બીજાને ઓછા બતાવવા.
(૭) અનન્સ-મિશ્રિત-અનન્તકાય અને પ્રત્યેક વનસ્પતિકાય સાથે હોય, છતાં કહેવું કે તે અનન્તકાય છે. જેમ કે મૂળો* એ અનન્તકાય છે. અને તેની સાથે રહેલાં પાંચ અંગો જેમ કે દાંડલી વગેરે પ્રત્યેક-વનસ્પતિકાય છે.
(૮) પ્રત્યેક-મિશ્રિત-એ જ મુજબ પ્રત્યેક-વનસ્પતિકાય અને અનન્તકાય સાથે હોવા છતાં માત્ર પ્રત્યેક-વનસ્પતિકાય કહેવું, તે પ્રત્યેકમિશ્રિત વચન-યોગ છે.
(૯) અદ્ધા-મિશ્રિત-દિવસ, રાત આદિ કાલના સંબંધમાં મિશ્ર-વચન બોલવું. જેમ કે દિવસ ઊગવાની તૈયારી હોય છતાં સૂતેલો માણસ બોલે કે હજી તો ઘણી રાત બાકી છે.
(૧૦) અદ્ધાદ્ધા-મિશ્રિત-દિવસ અને રાતના એક ભાગને અદ્ધાદ્ધા કહેવાય છે. તે સંબંધમાં મિશ્રવચન બોલવું, તે અદ્ધાદ્ધા-મિશ્રિત છે. જેમ કે એક શેઠ સવાર પડતાં નોકરને કહે કે બપોર થયો તો પણ દીવા કેમ બળે છે ?
[૪] અસત્યામૃષા-ભાષા (વ્યવહાર-વચનયોગ) ના બાર પ્રકારો છે : (૧) આમંત્રણી-સંબોધન કરવું, જેમ કે હે પ્રભો ! (૨) આજ્ઞાપની-આજ્ઞા આપવી, જેમ કે આ કામ કરો. (૩) યાચનીયાચના કરવી, જેમ કે આ ચીજ મને આપો.
(૪) પૃચ્છની-કોઈ પણ વિષય પરનો સંદેહ દૂર કરવા પ્રશ્ન પૂછવો, જેમ કે જીવનું સ્વરૂપ શું ?
* મૂળા-કંદ પ્રસિદ્ધ છે. મૂળાનાં કંદ સિવાયનાં-(૧) ડાંડલી (૨) ફૂલ, (૩) પત્ર (૪) મોગરા અને (૫) દાણા-એ બધાંય અંગો પ્રત્યેક છતાં અભક્ષ્ય ગણાય છે તથા કંદ તો ધોળો અને રાતો, જે દેશી અને પરદેશી કહેવાય છે તે બન્ને પ્રકારનો પણ અનંતકાય જ છે.
-ધર્મસંગ્રહ ગુજ. ભાષા. ભાગ ૧, પૃ. ૨૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org