SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ : “કરેમિ ભંતે'-સૂત્ર૦ ૨૨૯ (૧૦) ઉપમા-સત્ય : કોઈ એક જાતની સમાનતા હોય, તેના પરથી તે વસ્તુની બીજાની સાથે તુલના કરવી અને તેને તે નામથી ઓળખવી તે ઉપમા-સત્ય છે. જેમ કે ચરણ-કમળ, મુખ-ચંદ્ર, વાણી-સુધા વગેરે. [૨] મૃષાભાષા અથવા અસત્ય વચનયોગ દસ પ્રકારનો છે :(૧) ક્રોધ-મિશ્રિત-જે વચન ક્રોધમાં બોલાય. (૨) માન-મિશ્રિત-જે વચન માનમાં બોલાય. (૩) માયા-મિશ્રિત-જે વચન બીજાને ઠગવા માટે બોલાય. (૪) લોભ-મિશ્રિત-જે વચન લોભમાં પડવાથી બોલાય. (૫) રાગ-મિશ્રિત-જે વચન પ્રેમને વશ થવાથી બોલાય. (૬) દ્વેષ-મિશ્રિત-જે વચન દ્વેષને વશ થવાથી બોલાય. (૭) હાસ્ય-મિશ્રિત-જે વચન હાંસીમાં બોલાય. (૮) ભય-મિશ્રિત-જે વચન ભયવશાત્ બોલાય. (૯) આખ્યાયિકા-મિશ્રિત-જે વચન અસંભવિત હોય, છતાં વાર્તાનો રંગ જમાવવા માટે બોલાય અથવા રાગ-દ્વેષ-યુક્ત બોલાય. (૧૦) ઉપઘાત-મિશ્રિત-જે વચન પ્રાણીઓની હિંસા કરાવે તે. [૩] સત્ય-મૃષા અથવા મિશ્ર વચનયોગ દસ પ્રકારનો છે : (૧) ઉત્પન્ન-મિશ્રિત-ઉત્પત્તિની બાબતમાં ભળતું જ કથન. જેમ કે આ નગરમાં દસ બાળકો જમ્યા છે, જ્યારે તે સંખ્યાની ચોક્કસ માહિતી ન હોય. (૨) વિગત-મિશ્રિત-ઉપર મુજબ મરણ-સંબંધી ભળતું કથન. (૩) ઉત્પન-વિગત-મિશ્રિત-જન્મ અને મરણ બંને સંબંધી ભળતું કથન. (૪) જીવ-મિશ્રિત-જીવિત અને મરેલા જીવો સાથે પડ્યા હોય, છતાં કહેવું કે જીવ-રાશિ. (૫) અજીવ-મિશ્રિત-કચરાનો ઢગલો જોઈને કહેવું કે આ અજીવ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy