________________
૨૨૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
ખાવ નિયમ પન્નુવાસામિ-જ્યાં સુધી હું નિયમને (બે ઘડી સુધી અથવા મનમાં જેટલો સમય ધાર્યો હોય ત્યાં સુધી) સેવું.
આ વાક્યની યોજના જુદે જુદે સ્થળે જુદી જુદી રીતે થાય છે, તેથી તેનો સ્પષ્ટ તફાવત જાણી લેવાની જરૂર છે, જ્યારે કોઈ પણ મુમુક્ષુ સંવેગ પામીને, સંસારના સ્વરૂપથી તથા કામ-ભોગો પ્રત્યે નિર્વેદ અનુભવીને સાધુજીવનની પવિત્ર દીક્ષા ગ્રહણ કરે છે, ત્યારે તે સામાયિક નામનું પ્રથમ પ્રકારનું ચારિત્ર ગ્રહણ કરે છે. મતલબ કે સમ્યક્ચારિત્ર પાંચ પ્રકારનું હોય છે, તેમાંથી તે પ્રથમ પ્રકારના ચારિત્રનો સ્વીકાર કરે છે. સમ્યક્ચારિત્રના આ પાંચ પ્રકારે અંગે શ્રીઉત્તરાધ્યયનસૂત્રના ૨૮મા અધ્યયનમાં કહ્યું છે કે : सामाइअत्थ पढमं, छेओवट्टावणं भवे बितियं । परिहारविसुद्धीयं, सुहुमं तह संपरायं च ॥३२॥ अकसायमहक्खायं, छउमत्थस्स जिणस्स वा । × થય-ત્તિા, ચારિત્ત હોફ સાહિત્રં "રૂરૂા
પ્રથમ સામાયિક ચારિત્ર, બીજું છેદોપસ્થાપનીય, ત્રીજું પરિહારવિશુદ્ધિ ચારિત્ર, ચોથું સૂક્ષ્મ-સંપરાય ચારિત્ર અને પાંચમું કષાય-રહિત યથાખ્યાત ચારિત્ર (તે અગિયારમા કે બારમા ગુણસ્થાનકે રહેલા) છદ્મસ્થને તથા જિન(કેવળી)ને હોય છે. આ પ્રમાણે કર્મને ખપાવનારું ચારિત્ર પાંચ પ્રકારનું કહ્યું છે.
ચારિત્રના ગ્રહણ-પ્રસંગે નીચેનો પાઠ બોલાય છે.
करेमि भंते ! सामाइयं, सव्वं सावज्जं जोगं पच्चक्खामि, जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं, वायाए, काएणं, न करेमि, न कारवेमि, करंतं पि अन्नं न समणुजाणामि, * તસ્ક મંતે ! પરિમામિ निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ॥
મતલબ કે આ સૂત્રમાં જે સ્થળે નાવ નિયમ પન્નુવાસામિ એવા શબ્દો છે, ત્યાં ચારિત્ર અંગીકાર કરનાર નાવનીવાર્ બોલે છે. એટલે તેનું
* મોટા અક્ષરોવાળાં પદો શ્રાવકે ઉચ્ચારવાના ચાલુ સૂત્રના પાઠમાં તફાવત બતાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org