SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ કરેમિ ભંતે' સૂત્ર ૨૨૧ પ્ર ષિ -છોડવાની પ્રતિજ્ઞા કરું છું. (આ શબ્દથી ભવિષ્યકાળના પાપવ્યાપારોનો ત્યાગ થાય છે.) સાવM નો પવૅવશ્વાભિ-અશુભ પ્રવૃત્તિને છોડવાની પ્રતિજ્ઞા કરું છું. નવ નિયાં-જ્યાં સુધી નિયમને. નવ-શબ્દ પરિમાણ કે મર્યાદાને સૂચવે છે અને નિયમ-શબ્દ અહીં પ્રતિજ્ઞાની અપેક્ષાએ વપરાયેલો છે, એટલે નાવ નિયમનો અર્થ જ્યાં સુધી પ્રતિજ્ઞા ચાલુ છે ત્યાં સુધી એવો થાય છે. સામાયિક એ સમભાવને સાધવાની ક્રિયા છે, જે રાગ અને દ્વેષનો જય કરવાથી સધાય છે. એટલે તેનો સંબંધ મુખ્યત્વે ચિત્ત-શુદ્ધિ સાથે છે. તેમાં ચિત્તની શુદ્ધિ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન છોડવાથી તથા ધર્મધ્યાન અને શુક્લધ્યાન ધારણ કરવાથી થાય છે. તેનું ધ્યાન એક જ વિષય પર અંતર્મુહૂર્ત કે બે ઘડીથી વધારે વાર ટકી શકતું નથી; તેથી એક સામાયિકનો કાલ એક મુહુર્ત કે બે ઘડીનો ઠરેલો છે. શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં સામાયિકની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે : त्यक्तार्त-रौद्रध्यानस्य, त्यक्तसावद्यकर्मणः । मुहूर्तं समता या तां, विदुः सामायिकव्रतम् ॥ (પ્ર. ૩, શ્લો. ૮૨) આર્ત અને રૌદ્ર ધ્યાનનો તથા સાવદ્ય કર્મોનો ત્યાગ કરવાની એક મુહૂર્ત-પર્યત જે સમતા, તેને સાધુ પુરુષો સામાયિકવ્રત તરીકે ઓળખે છે. - શ્રીપાર્ષદેવે શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રાની વૃત્તિમાં કહ્યું છે કે :વ્રતાવસ્થાનcalભ કચેરાપિ વિરુને મુર્તા વ્રતનો અવસ્થાન-કાલ ઓછામાં ઓછો મુહૂર્ત જેટલો હોય છે. મુહૂર્ત અને ઘડી એ પ્રાચીન કાલનાં સમય-દર્શક માપો છે. અહોરાત્રનું પ્રમાણ ૩૦ મુહૂર્ત=૨૪ કલાક છે. તેથી એક મુહૂર્તની ૪૮ મિનિટ અને એક ઘડીની ૨૪ મિનિટ થાય છે. પબ્લવીસામ-સેવું, સેવા કરું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy