________________
૨૧૮ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
તેથી તેઓ ભદંત છે. વળી તેમની સતત સહાય ભવ અને ભયનો અંત લાવવામાં એકસરખી ઉપયોગી છે, તેથી તેઓ ભવાંત અને ભયાંત પણ છે. વળી તેઓ સિદ્ધપદના સાધક હોવાથી પરમેષ્ઠીની પંક્તિમાં છે અને તેથી પૂરેપૂરા પૂજ્ય છે. એટલે ‘અંતે પદનો સ્પષ્ટ ભાવ હે પૂજ્ય ! એ શબ્દોમાં યથાર્થ રીતે ઊતરે છે.
જેઓ વ્યવહારની સપાટીથી ઊંચે વિરાજે છે અને તેથી દરેક વસ્તુની તુલના તત્ત્વથી જ કરે છે, તેમના અભિપ્રાયથી આત્મા એ જ સામાયિક છે. (આયા હજુ સામાયૅ-આચારાંગ સૂત્ર)
અંતે એ ભગવાનનું અર્થાત્ તીર્થંકરદેવનું સંબોધન છે. તે અર્થમાં પણ ઉપરનો અર્થ ઉપયુકત છે, કારણ કે તીર્થંકરો એ ગુરુના ગુરુ એટલે પરમગુરુ કે પરંપરા-ગુરુ છે અને તેથી તેમનો સમાવેશ પણ પૂજ્ય એ શબ્દમાં થઈ જાય છે.
સામાË-સમભાવની સાધનાને.
સામાયિક-શબ્દ સમય, સમાય કે સામાય પદ પરથી બનેલો છે, તેથી તે નીચેના અર્થો દર્શાવે છે :
(૧) સામાયિક એટલે સર્તન.
(૨) સામાયિક એટલે શાસ્ત્રાનુસારી શુદ્ધ જીવન ગાળવાનો પ્રયત્ન. (૩) સામાયિક એટલે સમસ્થિતિ અર્થાત્ વિષમતાનો અભાવ ઉત્પન્ન કરનારી ક્રિયા.
(૪) સામાયિક એટલે સર્વ જીવો પ્રત્યે મિત્રતા કે બંધુત્વની લાગણી કેળવવાનો પ્રયાસ.
(૫) સામાયિક એટલે સમભાવની સાધના અર્થાત્ રાગ અને દ્વેષને જીતવાનો પરમ પુરુષાર્થ.
(૬) સામાયિક એટલે સમ્યક્ વસ્તુની પ્રાપ્તિ અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રની સ્પર્શના.
(૭) સામાયિક એટલે શાંતિની આરાધના,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org