________________
કરેમિ ભંતે' સૂત્ર ૨૧૭ સ્થિતિ સાવઘયોગ વાળી છે, તેથી ત્યાજ્ય છે. માત્માનમતીર્તત્તિસોવિયોવરિન (યો. સ્વો. પ્ર. ૩) આત્માને એટલે અતીત કાલમાં સાવદ્ય યોગમાં પ્રવર્તનાર આત્માને.
વોસિરામિ-[બુર્જુના]િ-વોસિરાવું છું, તદ્દન છોડી દઉં છું, ત્યાગ કરું છું.
(મMા વોસિરાશિના વિશેષ અર્થ માટે જુઓ આઠમા સૂત્રનો અર્થનિર્ણય તથા સૂત્ર-પરિચય.)
(૪) તાત્પર્યાર્થ સામા-સુત્ત-સામાયિકને લગતું સૂત્ર, સામાયિકને પ્રતિપાદન કરનારું સૂત્ર, સામાયિકની પ્રતિજ્ઞારૂપ સૂત્ર.
આ સૂત્રનો પ્રારંભ કરેમિ ભંતે શબ્દોથી થતો હોવાથી તે કરેમિ ભંતે સૂત્ર તરીકે પ્રસિદ્ધ છે. વળી સામાયિકની ક્રિયામાં તે મુખ્ય અને મહાપાઠરૂપ હોવાથી તેને સામાયિક દંડકના નામથી પણ ઓળખવામાં આવે છે.
વમિ-કરવાને ઇચ્છું છું.
જૈન સૂત્રસિદ્ધાંતોમાં એ વાતનું વિધાન અતિસ્પષ્ટ રીતે કરવામાં આવ્યું છે કે શિષ્ય એટલે મુમુક્ષુએ પોતાના અંતરમાં કોઈ પણ કાર્ય કરવા અંગે ઉદ્ભવેલી ઇચ્છાને પ્રથમ ગુરુ આગળ જાહેર કરવી અને તેમની આજ્ઞા યોગ્ય રીતે મળ્યા પછી જ તેના અંગેની આવશ્યક પ્રવૃત્તિ શરૂ કરવી. આ પ્રકારની વિનયસામાચારી આધ્યાત્મિક જીવનની આરાધનાનું એક આવશ્યક અંગ છે. એટલે કોઈ પણ ધાર્મિક ક્રિયા એમ ને એમ શરૂ ન કરતાં તેના અંગે વિનય પ્રદર્શિત કરવો જરૂરી છે, અને તેથી જ રેfમ પદનો અર્થ કરું છું. એટલો જ નહિ કરતાં કરવાને ઇચ્છું છું એમ કરવો એ વધારે ઉચિત છે. પ્રથમ પદના આ અર્થમાં વિનયગુણનો યોગ્ય ઉપચાર છે.
અંતે !-હે પૂજય !
બંન્ત-શબ્દ પૂજ્યભાવનો બોધક છે, કારણ કે તે ભદંત, ભવાંત અને ભયત એ ત્રણ અર્થોમાં સિદ્ધ થાય છે. તેમણે આપેલું યોગ્ય માર્ગદર્શન અને ધર્મનો ઉપદેશ કલ્યાણ કે સાચા સુખને અપાવવામાં સંપૂર્ણ રીતે સમર્થ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org