SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૧ वयणं वागुच्चये वाऽणए त्ति वाय त्ति दव्वओ सा य । तज्जोग्ग-पोग्गला जे, महिया तप्परिणया भावो ॥ (ગા. ૩૫૨૬) વચન તે વાણી અથવા જેના વડે બોલાય, તે વાણી. તેમાં દ્રવ્યવાણી એ ભાષા-વર્ગણામાંથી ગ્રહણ કરેલાં પુદ્ગલો છે અને ભાવવાણી એ ભાષાપણે પરિણામ પામેલાં પુદ્ગલો છે. તેનો વિશેષ પરિચય શ્રી ભગવતીસૂત્રના ૧૩મા શતકના ૭માં ઉદ્દેશમાં નીચે મુજબ અપાયો છે. (૧) રાજગૃહનગરમાં ભગવાન ગૌતમ યાવ-આ પ્રમાણે બોલ્યા કેહે ભગવન્! ભાષા એ આત્મા(જીવ)સ્વરૂપ છે કે તેથી અન્ય છે ? ઉત્તરહે ગૌતમ ! ભાષા એ આત્મા નથી, પણ તેથી અન્ય (પુગલ-સ્વરૂપ) છે. (૨) હે ભગવન્! ભાષા રૂપી-રૂપવાળી છે કે અરૂપી ? ઉત્તરગૌતમ ! ભાષા (ગુગલમય હોવાથી) રૂપી છે, પણ રૂપ-વિનાની નથી. (૩) હે ભગવન્! ભાષા સચિત્ત (સજીવ) છે કે અચિત્ત (અજીવ) છે ? ઉત્તર-હે ગૌતમ ! ભાષા સચિત્ત નથી પણ અચિત્ત છે. (૪) હે ભગવન્! જીવોને ભાષા હોય છે કે અજીવોને ભાષા હોય છે? ઉત્તર-હે ગૌતમ! ભાષા જીવોને હોય છે, પણ અજીવોને હોતી નથી. (૫) હે ભગવન્! શું (બોલાયા) પૂર્વે ભાષા કહેવાય ?, બોલાતી હોય ત્યારે ભાષા કહેવાય, કે બોલાયા પછી ભાષા કહેવાય ? ઉત્તરગૌતમ ! બોલાયા પહેલાં ભાષા ન કહેવાય, તેમ જ બોલાયા પછી પણ ભાષા ન કહેવાય; પણ બોલાતી હોય ત્યારે જ ભાષા કહેવાય. (૬) હે ભગવન્! ભાષા કેટલા પ્રકારની કહી છે? ઉત્તર-હે ગૌતમ ! ભાષા ચાર પ્રકારની કહી છે. તે આ પ્રમાણે : (૧) સત્ય, (૨) મૃષા (અસત્ય), (૩) સત્યમૃષા (સત્ય અને અસત્યનું મિશ્રણ) અને (૪) અસત્યામૃષા (સત્ય પણ નહિ અને અસત્ય પણ નહિ.) ભાષાનું આ સ્વરૂપ મનને પણ તે જ રીતે લાગુ પડે છે. #ાયેvi[વાન]-કાયાથી, શરીરથી, દેહથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy