SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ કરેમિ ભંતે'-સૂત્ર૦ ૨૧૩ મન એ આત્માથી ભિન્ન છે, તે માટે શ્રીભગવતીસૂત્રના ૧૩માં શતકના ૭મા ઉદ્દેશમાં કહ્યું છે કે : ગોયમાં ! નો સમય મળે, જે મને ! હે ગૌતમ ! આત્મા એ મન નથી, પણ મન અન્ય છે. મન એ દેહવ્યાપી છે, તે માટે શ્રીવિશેષાવશ્યક-ભાષ્યમાં કહ્યું છે કે :- રેહવાવિત્તનો ને રેઢ-વહિં તે દેહ-વ્યાપી હોવાથી દેહની બહાર નથી. (ગા. ૨૧૫) મન એ પુદગલના સ્કલ્પોની રચના છે. તે માટે શ્રીવિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે : मणणं व मन्नए वाऽणेण मणो तेण दव्वओ तं च । तज्जोग्गपोग्गलमयं, भावमणे भण्णए मंता ॥ (ગા. ૩૫૨૫) મનન કરવું તે મન અથવા જેના વડે મનન કરાય, તે મન. દ્રવ્યથી તે તદ્યોગ્ય-પુદ્ગલરૂપ એટલે પુદ્ગલની અનંત વર્ગણાઓમાંથી તેને યોગ્ય ગ્રહણ કરાયેલી મનોવર્ગણા રૂપ છે. અમુક વર્ગણાઓથી જ શરીર બની શકે છે, અમુક વર્ગણાઓથી જ વાણી બની શકે છે અને અમુક વર્ગણાઓથી જ મન બની શકે છે. વર્ગણા એટલે સમૂહ, વર્ગ કે રાશિ, મનન કરનારને ભાવ-મન કહેવાય છે. મનને ચિત્ત, અંતઃકરણ કે સંકલ્પ-વિકલ્પ કરનારી ઇંદ્રિય પણ કહેવામાં આવે છે. જૈન-પરિભાષામાં તે નોઇંદ્રિય સંજ્ઞાથી ઓળખાય છે. વ્યાવહારિક ભાષામાં તર્ક, વિકલ્પ, સંકલ્પ, કલ્પના, આશા, અભિલાષા આદિ ભાવો દર્શાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. વીયા-[વા૨]-વાણીવડે. વીવી પદ, વાનું તૃતીયાનું એકવચન છે. વા-વાણી. આત્મા જે પુદ્ગલની વર્ગણાઓ વડે બોલી શકે છે અથવા જે બોલાય છે, તે વચન, વાણી કે ભાષા કહેવાય છે. તે માટે શ્રીવિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy