________________
લોગસ્સ-સૂત્ર – ૧૮૭
આનંદને તેઓ ઉત્પન્ન કરનારા હોય છે. તેમજ જન્માંતરમાં એકઠો કરેલ જે વિશાલ પુણ્યનો સમૂહ તેનાથી ઉપાર્જિત કરેલ શ્રી તીર્થંકર નામકર્મના ઉદયથી, જેવી રીતે દીર્ઘ ગ્રીષ્મઋતુના તાપથી અતિશય ખિન્ન બની ગયેલા મયૂરોના સમૂહોને પ્રથમ મેઘ પોતાની શીતલ જલધારાથી શાંત કરે છે, તેવી રીતે ભવ્ય જીવોને પરમહિતોપદેશ આપવા વડે ગાઢ રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, દુષ્ટ અને ક્લિષ્ટ અધ્યવસાયો આદિથી પેદા કરેલ તેમના અશુભ એવા જે ઘોર પાપકર્મો તે રૂપી તાપ અને સંતાપને શાંત કરે છે.
તેઓ સકલ પદાર્થોના જ્ઞાતા હોય છે.
અનેક જન્મોમાં એકઠો કરેલ જે મહાન પુણ્યનો સમૂહ તેનાથી ઉપાર્જિત કરેલ અતુલ બલ, અતુલ વીર્ય, અતુલ ઐશ્વર્ય, અતુલ સત્ત્વ અને અતુલ પરાક્રમથી તેમનો દેહ અધિષ્ઠિત હોય છે.
તેમના મનોહર દેદીપ્યમાન પગના અંગૂઠાના અગ્રભાગનું પણ રૂપ એટલું બધું હોય છે કે સૂર્ય જેમ દશે દિશામાં પ્રકાશથી સ્ફુરાયમાન પ્રકટ પ્રતાપી કિરણોના સમૂહથી સર્વગ્રહ નક્ષત્ર અને ચંદ્રની પંક્તિને નિસ્તેજ બનાવી દે છે તેમ તેઓ પોતાના તેજથી સર્વ વિદ્યાધરો, દેવીઓ, દેવેન્દ્ર તથા દાનવેન્દ્ર સહિત દેવગણોના સૌભાગ્ય, કાન્તિ, દીપ્તિ, લાવણ્ય અને રૂપની શોભાને ઢાંકી દે છે (નિસ્તેજ બનાવી દે છે.) સ્વાભાવિક (૪) કર્મક્ષયજનિત (૧૧) તથા દેવકૃત (૧૯) એવા ચોત્રીસ અતિશયોના તે ધારક હોય છે. અને તે ચોત્રીસ અતિશયો એવા શ્રેષ્ઠ નિરૂપમ અને અનન્યસદેશ હોય છે કે તેનાં દર્શન કરવાથી ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક, અહમિદ્ર, ઇંદ્ર, અપ્સરા, કિન્નર, નર, વિદ્યાધર અને સુર તથા અસુર સહિત જગતના જીવોને એટલું બધું આશ્ચર્ય થાય છે કે
અહો અહો અહો આપણે કોઈ દિવસ નહીં જોયેલું આજે જોયું. એક જ વ્યક્તિમાં એક સાથે એકત્રિત થયેલો અતુલ, મહાન, અચિંત્ય પરમ આશ્ચર્યોનો સમૂહ આજે આપણે જોયો એવા વિચારથી આનંદિત થયેલા હર્ષ અને અનુરાગથી સ્ફુરાયમાન થતા નવાં નવાં પરિણામોથી પરસ્પર અત્યંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org