________________
૧૮૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
માસમાં જેટલું અંતર કાપે તે રજ્જુ. આ માપ પણ બાલજીવોને સમજવા પૂરતું છે. કેમકે આ રીતે પણ સંખ્યાતા યોજન જ થાય, જ્યારે એક રજ્જુ અસંખ્યાતા યોજનનો છે. અવકાશમાં રહેલા પદાર્થોની ગણતરીમાં હાલના વૈજ્ઞાનિકો પણ આવા ઉપમાનોથી જ તેમની ગણતરી રજૂ કરે છે.
સાત રાજથી કંઈક વધારે ભાગમાં અધોલોક છે અને સાત રાજથી કંઈક ઓછા ભાગમાં ઊર્ધ્વલોક છે. વચ્ચેના નવસો યોજનનો ભાગ-જે નીચેથી રાજનો ક્રમ ગણતાં આઠમા રાજમાં આવે છે, તે તિર્યક્-લોક કહેવાય છે.
ચૌદ રાજલોકમાં સૌથી ઉપર સિદ્ધશિલા છે. તેની નીચે પાંચ અનુત્તર વિમાનો, તેની નીચે નવ પ્રૈવેયક, તેની નીચે બાર દેવલોકો, તેની નીચે જ્યોતિષુ-ચક્ર (ચંદ્ર-સૂર્યાદિ) અને તેની નીચે મનુષ્યલોક છે. આટલાં સ્થાનો સાત રાજલોકમાં સમાયેલાં છે. તેની નીચે અનુક્રમે વ્યંતર, વાણ વ્યંતર અને ભવનપતિ દેવોનાં સ્થાનો અને ઘર્મા પૃથ્વીના પ્રતો એકબીજાને આંતરે છે અને તેની નીચે વંશા, શૈલા, અંજના, રિષ્ટા, મઘા અને માઘવતી નામના વિભાગો છે જેમાં અનુક્રમે સાત નરકો સમાયેલાં છે. ઘર્મમાં પહેલું નરક છે યાવત્ માઘવતીમાં સાતમું નરક છે. આ રીતે લોક શબ્દપ્ દ્રવ્યનો પ્રદર્શક હોવા સાથે પંચાસ્તિકાય કે ચૌદ રાજલોકનો પણ પ્રદર્શક છે. धम्मतित्थयरे :
શ્રી મહાનિસીહ સૂત્રમાં ધર્મતીર્થંકર અંગે નીચે પ્રમાણે ઉલ્લેખ પ્રાપ્ત
થાય છે.
હે ગૌતમ ! પૂર્વે જેનો શબ્દાર્થ વર્ણવવામાં આવ્યો છે એવા જે કોઈ ધર્મતીર્થકર શ્રી અર્હત્ ભગવંતો હોય છે તેઓ પરમપૂજ્યોના પણ પૂજ્યતર હોય છે; કારણ કે, તે સઘળાય નીચે જણાવેલાં લક્ષણોથી લક્ષિત હોય છે. અર્ચિત્ય, માપી ન શકાય, જેને કોઈની સાથે સરખાવી પણ ન શકાય, જેના સમાન બીજો કોઈ નથી એવા શ્રેષ્ઠતર ગુણોના સમૂહોથી યુક્ત તે ભગવંતો હોવાથી ત્રણે લોકના જીવોને મહાન કરતાંય મહાન-અતિમહાન
૬. મહાનિમીત્ત સૂત્ર-[નમસ્કાર સ્વાધ્યાય પ્રા. વિ. પૃ. ૪૫ થી ૫૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org