________________
લોગસ્સ-સૂત્ર ૦ ૧૮૩
૧૩. પ્રશ્ન-દરેક ઉત્સર્પિણી તથા અવસર્પિણીમાં ચોવીસ તીર્થંકરો જ હોય છે. આનો હેતુ શો ?
ઉત્તર-દરેક ઉત્સર્પિણી તથા અવસર્પિણીમાં શ્રી જિનેશ્વર ભગવંત જેવા ત્રણ લોકના નાથને જન્મવા લાયકનો સાત ગ્રહ ઊંચાવાળો સમય ચોવીસ જ વખત આવે છે. તેથી જ દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં ચોવીસ ચોવીસ જ તીર્થંકરો થાય છે.
સિદ્ધચક્ર પાક્ષિક, વર્ષ-૧, અંક ૯, પૃ. ૨૧૦ ૧૪. પ્રશ્ન-ચતુર્વિશતિસ્તવ અધ્યયનમાં શ્રી તીર્થકર ભગવંતોનું જ ગુણોત્કીર્તન શા માટે ?
ઉત્તર-શ્રી તીર્થકર ભગવંતો (૧) પ્રધાન રીતે કર્મક્ષયનું કારણ હોવાથી, (૨) પ્રાપ્ત થયેલ બોધિની વિશુદ્ધિમાં હેતુ હોવાથી, (૩) ભવાંતરમાં બોધિનો લાભ કરાવનાર હોવાથી અને
(૪) સાવદ્યયોગોની વિરતિના ઉપદેશકપણાને લીધે ઉપકારી હોવાથી શ્રી ચતુર્વિશતિસ્તવમાં તે ભગવંતોના ગુણોનું ઉત્કીર્તન કરાયું છે.
૧૫. પ્રશ્ન-ચતુર્વિશતિસ્તવનું ફલ શું ?
ઉત્તર-શ્રી ઉત્તરઝયણ સુત્તમાં ચતુર્વિશતિ સ્તવનું ફલ શું? એવા પ્રશ્નના ઉત્તરમાં સૂત્રકારે જણાવ્યું છે કે :- ચતુર્વિશતિસ્તવથી જીવ સમ્યક્તની શુદ્ધિને પ્રાપ્ત કરે છે.
તદુપરાંત શ્રી ચઉસરણ પઈન્વયમાં પણ જણાવ્યું છે કે
१. उक्कित्तणत्ति-द्वितीये चतुर्विंशतिस्तवाध्ययने प्रधानकर्मक्षयकारणत्वाल्लब्धबोधि
विशुद्धिहेतुत्वात्, पुनर्बोधिलाभफलत्वात् सावधयोग विरत्युपदेशकत्वेनोपकारित्वाच्च तीर्थंकराणां गुणोत्कीर्तनार्थाधिकारः ।
-અણુઓગદાર સુત્ત, માલધારી હેમચંદ્રસૂરિ કૃત, વૃત્તિ, ૫. ૪૮ આ. २. चउवीसत्थएणं भंते ? जीवे किं जणयइ ? चउवीसत्थएणं दंसणविसोहिं जणयइ ॥११॥
-ઉત્તરઝયણ સુત્ત, અધ્યયન ૨૮, સૂત્ર-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org