________________
૧૮૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ બીજાને વિશેષ્ય તરીકે લેવાય તેમાં વાંધો નથી. જે રીતે લોગસ્સ સૂત્રમાં શ્રી સુવિધિનાથ ભગવંત માટે બે નામનો એક સાથે પ્રયોગ કરવામાં આવ્યો છે, તેવી જ રીતે શ્રી સમવાયાંગ સૂત્રમાં પણ તેવો જ પ્રયોગ કરવામાં આવેલ છે.
૧૨. પ્રશ્ન-લોગસ્સ સૂત્રમાં જે ચોવીસ અરિહંત ભગવંતોને નામ નિર્દેશપૂર્વક નમસ્કાર કરવામાં આવેલ છે, તે ચોવીસ જિનેન્દ્રોના નમસ્કારને સંક્ષિપ્ત તેમજ વિસ્તૃત રીતે મંત્ર તરીકે પણ પૂર્વાચાર્યોએ નિર્દેશેલ છે તે વાત સત્ય છે ? અને તેનો ઉલ્લેખ ક્યાં પ્રાપ્ત થાય છે ?
ઉત્તર-હા, તે વાત સત્ય છે. આચાર્ય શ્રી શાંતિસૂરિકૃત બૃહત્ક્રાંતિમાં શ્રી અરિહંત ભગવંતોની પુણ્યાત વાચના માટે.
___ॐ पुण्याहं पुण्याहं प्रीयन्तां प्रीयन्तां भगवन्तोऽरर्हन्तः सर्वज्ञाः सर्वदर्शिनस्त्रिलोकनाथस्त्रिलोकमहितास्त्रिलोकपूज्यास्त्रिलोकेश्वरास्त्रिलोकोद्योतकरा:આ વિશેષણોથી પીઠિકા બાંધીને ૩ *મ નિત સંમત્તવર્ધમાનાન્તા જિનાઃ શાન્તાઃ શાન્તિઃ મવનું સ્વાદાને શાંતિપાઠ તરીકે આપવામાં આવ્યો છે, તેથી એ મંત્ર-પાઠ છે.
- આ પાઠ તીર્થકરોના નામગ્રહણપૂર્વક હોવાથી લોગસ્સ સૂત્રની બીજી, ત્રીજી અને ચોથી ગાથાની જેમ વિસ્તારપૂર્વક નામનિર્દેશ કરે છે, તે મંત્રાત્મક છે. તદુપરાંત :
કલિકાસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિએ યોગશાસ્ત્રના આઠમા પ્રકાશના શ્લો. ૭૨ના વિવરણમાં આ વાત જણાવતાં લખ્યું છે કે :શ્રીમદષમઃિ વર્ધમાનાન્તો નમો નમ: આ મંત્રનું કર્મોના સમૂહની શાંતિ માટે ચિંતન કરવું. આ મંત્રમાં પ્રથમ અને ચરમ તીર્થંકરના નામકરણથી માન્તોને પ્રમ્ એ ન્યાયે ચોવીસેય તીર્થકરોનો નિર્દેશ થઈ જાય છે.
१. सुविहिस्स णं पुष्पदंतस्स अरहओ छलसीइ गणा ।
-સમવાયાંગ સૂત્ર, સૂત્ર ૮૬, ૫. ૯૨ આ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org