________________
લોગસ્સ-સૂત્ર ૦ ૧૬૯
પ્રત્યુત્તરમાં ગુરુ જણાવે છે કે આ રીતે પ્રાર્થનામાં મૃષાવાદનો સંભવ નથી; કારણ અસત્યાકૃષા નામની ભાષા છે અને તે (ભાષા) આમંત્રણી આદિ ભેદથી અનેક પ્રકારની છે. કહ્યું છે કે-આમંત્રણી, આજ્ઞાપની, યાચની, પૃચ્છની, પ્રજ્ઞાપની, પ્રત્યાખ્યાની, ઇચ્છાનુલોમા, અનભિગૃહીતા, અભિગ્રહવિષયક, સંશયકરણી, વ્યાકૃતા તથા અવ્યાકૃતા આ બધી અસત્યામૃષા ભાષા છે. તે પૈકી અહીં યાચનીનો અધિકાર છે. એટલે કે અહીં યાચની ભાષા છે; કારણ કે આરોગ્યબોધિલાભ અને ભાવ સમાધિને આપો તે પદ યાચનાના અર્થમાં છે.
દિન્તુ પદ અંગે વિવેચના કરતાં લ. વિ. જણાવે છે કે (શિષ્ય પૂછે છે કે)
આ વિન્તુ એટલે આરોગ્યબોધિલાભ અને ઉત્તમભાવ સમાધિ આપો એમ જે કહીએ છીએ તે નિદાન છે કે નહિ ? જો નિદાન હોય તો તેની જરૂર નથી; કારણ કે આગમમાં નિદાન (નિયાણું) કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે. અને જો એમ કહેવામાં આવે કે, આ નિદાન નથી, તો આ વિસ્તુ પદ સાર્થક છે કે નિરર્થક ? હવે જો પ્રથમ પક્ષને લઈને આને સાર્થક માનવામાં આવે તો ભગવંતો પ્રાર્થના કરવામાં કુશળ પ્રાણીઓને તેવું દાન કરનારા હોવાથી રાગાદિવાળા છે એમ માનવું પડશે. જો અન્ય પક્ષ અંગીકાર કરવામાં આવે, અર્થાત્ વિન્તુ પદને નિરર્થક માનવામાં આવે, તો શ્રી તીર્થંકર ભગવંતો આરોગ્યાદિ કરતા નથી એવું જાણવા છતાં પણ પ્રાર્થના કરવામાં મૃષાવાદનો દોષ લાગશે.
અહીં કહે છે કે-આ આપો એમ કહેવું તે નિદાન નથી; કારણ કે, નિદાનનાં (નિયાણાનાં) લક્ષણો એમાં ઘટિત થતાં નથી. નિયાણું àષવશ, અત્યંત રાગવશ કે મોહ-અજ્ઞાનના કારણે થાય છે. શાસ્ત્રોમાં પણ તે જ પ્રમાણે વર્ણન પ્રાપ્ત થાય છે.
ધર્મને માટે હીનકુલ વગેરેની પ્રાર્થના કરવી તે મોહ-અજ્ઞાન છે; કારણ કે, ધર્મ હીનકુલનું કારણ નથી. ઋદ્ધિ-વૈભવની ગાઢ અભિલાષાથી
૧. લ. વિ., પૃ. ૪૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org