________________
૧૬૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ સવાલ એ ઉપસ્થિત થાય છે કે, આ રીતે યાચના કરવી એ શું નિદાન (કે જેને નિયાણું કહેવામાં આવે છે તે) નથી ? તેનો જવાબ આવસ્મય નિષુત્તિએ પોતે જ આ પ્રશ્ન ઉપસ્થિત કરીને નીચે પ્રમાણે આપ્યો છે.
જો એમ કહેવામાં આવે કે-આરોગ્ય આદિ આપો તો શું આ નિદાન છે ? (તેના જવાબમાં નિષુત્તિ જણાવે છે કે, અહીં વિભાષા એટલે કે વિષય વિભાગની વ્યવસ્થા વડે વ્યાખ્યા કરવી.
વિભાષા અહીં શી લેવી ? તેનું સ્પષ્ટીકરણ કરતાં આ. હા. ટી. “ જણાવે છે કે- આરોગ્ય આદિ આપો તે શું નિદાન છે ? જો નિદાન હોય
તો તેનાથી સર્યું; કારણ કે સૂત્રમાં તેનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે. જો નિદાન ન હોય તો તેનું (હિંતુ પદનું) ઉચ્ચારણ જ વ્યર્થ છે. તેના પ્રત્યુત્તરમાં ગુરુ કહે છે કે-અહીં વિષય વિભાગની વ્યવસ્થા વડે વ્યાખ્યા કરવી, એટલે કે આ નિદાન નથી; કારણ કે તે કર્મબંધમાં હેતુ નથી. મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાયો અને યોગો (મન-વચન-કાયાના) એ બંધના હેતુ છે. જ્યારે મુક્તિની પ્રાર્થનામાં આ ઉપર ગણાવ્યા તે પૈકી એકનો પણ સંભવ નથી અને તેનું ઉચ્ચારણ (આરોગ્યાદિ આપો) પણ વ્યર્થ નથી; કારણ કે તેનાથી (તે ઉચ્ચારણથી) અંતઃકરણની શુદ્ધિ થાય છે.
અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે
આ પ્રકારે આ નિદાન નથી તે બરાબર છે તો પણ (આ યાચના) તે દુષ્ટ જ છે; કારણ કે સ્તુતિ દ્વારા ભગવંતો આરોગ્યાદિ આપનારા થાય છે કે નહિ? જો થાય છે એમ કહો તો તેમનામાં રાગાદિની સત્તાનો પ્રસંગ આવશે; જો નથી થતા એમ કહો તો તેઓ આરોગ્ય આદિના પ્રદાનથી રહિત છે એ જાણવા છતાંય પ્રાર્થના કરવામાં મૃષાવાદનો દોષ આવશે. તેના
१. आरुग्गबोहिलामं समाहिवरमुत्तमं च मे दितु । किं नु हु निआणमेअं ति ?, विभासा इत्थ कायव्वा ॥
–આ. નિ. ગા., ૧૦૯૪ ૨. આ. હા. ટી., પ. ૫૦૮ આ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org