SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ અહીં આરોગ્ય શબ્દથી ભાવ આરોગ્ય જ ગ્રહણ કરવું જોઈએ; કારણ કે, આરોગ્ય શબ્દનો સંબંધ બોધિલાભ સાથે છે. જો દ્રવ્ય આરોગ્ય એટલે કે શારીરિક સ્વાથ્ય ગ્રાહ્ય હોત તો આરોગ્ય માટે શ્રી જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિ એમ ન કહેતાં આરોગ્ય પદને અલગ જ રખાયું હોત. પણ તેમ ન કરતાં બન્ને પદનો સમાસ કરી એક પદ બનાવવાથી અને પાછળ શ્રી જિનપ્રણીત ધર્મપ્રાપ્તિ વાચક બોધિલાભ શબ્દ આવવાથી અહીં ભાવઆરોગ્ય જ સંભવે છે. સમાવિરસિધિવામ-શ્રેષ્ઠ સમાધિને. અહીં વપરાયેલ સમાધિ શબ્દ પર વિવેચન કરતાં આ. હા. ટી. તથા લ. વિ. જણાવે છે કે :- સમાધાનં–સમયઃ (અર્થ-સમાધાન તે સમાધિ.) તે દ્રવ્ય અને ભાવનાભેદથી બે પ્રકારે છે. દ્રવ્ય સમાધિ તે છે કે જેના ઉપયોગથી સ્વસ્થપણું થાય યા તો જે વસ્તુઓને પરસ્પર વિરોધ ન હોય તે. ભાવસમાધિ તો જ્ઞાન આદિના સમાધાનને (એટલે કે તે જ્ઞાનાદિ ગુણોની આત્મામાં સારી રીતે સત્તા હોવી તેને) જ કહેવાય છે, કારણ કે તેની સત્તા હોય તો જ પરમ સ્વાથ્યનો યોગ થાય છે. આ રીતે સમાધિ બે પ્રકારની છે તેથી દ્રવ્ય સમાધિનો વ્યવચ્છેદ કરવા માટે અહીં સમાધિ શબ્દની આગળ વર શબ્દ મૂકેલ છે. વર એટલે પ્રધાન એટલે કે પ્રધાન સમાધિ અર્થાત ભાવસમાધિ. આ સમરિવરં પદનો પૂર્વોક્ત ગાવોદિતામં પદ સાથે સંબંધ છે એટલે કે, આરોગ્ય માટે બોધિલાભને અને તે બોધિલાભ નિદાન વગરનો હોય તો મોક્ષ માટે જ થાય છે તેથી કરીને તેને માટે ભાવસમાધિને. એ પ્રમાણે અર્થ કરવામાં આવે છે. १. स च (बोधिलाभः) अनिदानो मोक्षायैव प्रशस्यते इति, तदर्थमेव च तावत्किम् ? तत आह-समाधानं समाधिः स च द्रव्यभावभेदाद् द्विविधः, तत्र द्रव्यसमाधिर्यदुपयोगात् स्वास्थ्यं भवति येषां वाऽविरोध इति, भावसमाधिस्तु ज्ञानादिसमाधानमेव, तदुपयोगादेव परमस्वास्थ्य योगादिति, यतश्चायमित्थं द्विधाऽतो द्रव्यसमाधिव्यवच्छेदार्थमाह-वरं प्रधानं भावसमाधिमित्यर्थः । –આ. હા. ટી., પ. ૫૦૭ આ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy