________________
૧૪૮ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
સહેતુક હોય તેમ લાગે છે.
सुविहिं च पुप्फदंतं - [सुविधिं च पुष्पदन्तम्]જેમનું બીજું નામ પુષ્પદંત છે એવા સુવિધિનાથને.
દરેક તીર્થંકર ભગવંતોનું માત્ર એકેક જ નામ આપવામાં આવ્યું છે. જ્યારે નવમા તીર્થંકરના સુવિધિ અને પુષ્પદંત એવાં બે નામ આપવામાં આવ્યાં છે. આનું શું કારણ હશે તે સમજાયું નથી. કારણ કે ગ્રંથકારો તે અંગે કશું જ સ્પષ્ટીકરણ કરતા નથી.
તેવીસ તીર્થંકરો પૈકી દરેકના માત્ર એકેક જ નામ હશે, જ્યા૨ શ્રી સુવિધિનાથ ભગવાનનાં જ બે નામ હશે. એ કલ્પના પણ ટકી શકે તેમ નથી. કારણ કે કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવંત શ્રીહેમચંદ્રાચાર્યે અભિધાન ચિંતામણિમાં શ્રી વર્ધમાન સ્વામીનાં ૬ નામ ગણાવ્યાં છે. તે ગણાવેલ છ નામો પૈકી બીજાં બીજાં નામોને જતાં કરીએ તો પણ શ્રી વર્ધમાન સ્વામીનું મહાવીર નામ તો પ્રસિદ્ધ હોવા સાથે આગમોમાં પણ ઉલ્લિખિત છે. તેથી આની પાછળ શું કારણ હશે, તે સમજાયું નથી.
આ. નિ., આ. હા. ટી., વં. વૃ. તથા દે. ભા. આ ચાર ગ્રંથો તો પુષ્પદંત નામ મૂળ ગાથામાં હોવા છતાં પણ તેનું વિવેચન કે તેનો નામોલ્લેખ સુધ્ધાં કરતા નથી. જ્યારે ચે. વં. મ. ભા., યો. શા. સ્વો. વિ., આ. દિ તથા ધ. સં. તેનું વિવેચન કરે છે પણ તેમાંય વિશિષ્ટ વિવેચન તો માત્ર ચે. વં. મ. ભા. જ કરે છે.
યા. શા. સ્વો. વિ. તથા ધ. સં. સુવિધિનાથનું પુષ્પદંત એ બીજું નામ છે એમ જણાવે છે.
૧
ચે. વં. મ. ભા. પણ સુવિધિ એ નામ છે અને પુષ્પદંત એ વિશેષણ છે એમ જણાવવા પૂર્વક. કેટલાક પુષ્પદંતને નામ તરીકે માન્ય
१. पुष्पकलिका मनोहरदन्तत्वात् पुष्पदन्त इति ।
द्वितीयं नाम । द्वितीयं नाम ।
२. सुविही नामं विसेसणं बीयं ।
Jain Education International
-યો. શા. સ્વો. વિ., ૫. ૨૨૫ આ. -ધ. સં., પૃ. ૧૫૬
-ચે. વં. મ. ભા., ગા. ૫૭૧, પૃ. ૧૦૩
For Private & Personal Use Only
www.jainelibrary.org