________________
૧૨૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
2
पिण्डस्थं च पदस्थं च रूपस्थं रूपवर्जितम् । चतुर्धा ध्येयमाम्नातं, ध्यानस्यालम्बनं बुधैः ॥८ ॥
૩.
ભાવાર્થ :- જ્ઞાનીઓએ ધ્યાનના આલંબનરૂપ ધ્યેય ચાર પ્રકારનાં કહ્યાં છે : ૧. પિંડસ્થ, ૨. પદસ્થ, ૩. રૂપસ્થ અને ૪. રૂપાતીત. તેમાં (૧) પિંડસ્થ ધ્યેયનું ધ્યાન ૧. પાર્થિવી, ૨. આપ્તેથી, મારુતી, ૪. વાણી અને ૫. તત્ત્વભૂ નામની પાંચ ધારણાઓ વડે થાય છે. (૨) પદસ્થ ધ્યેયનું ધ્યાન નમસ્કાર મંત્રનાં પદો વડે થાય છે. (૩) રૂપસ્થ ધ્યેયનું ધ્યાન શ્રી અરિહંત ભગવંતોના સ્વરૂપનું ચિંતન કરવા વડે થાય છે. અને (૪) રૂપાતીત ધ્યેયનું ધ્યાન આકૃતિ-રહિત જ્ઞાનાનન્દસ્વરૂપ નિરંજન, સિદ્ધ પરમાત્માના ચિંતન વડે કરી શકાય છે.
અનુપ્રેક્ષા અથવા ચિંતન તે જ ભાવના છે.
બાર પ્રકારની ભાવનાઓ નીચે મુજબ છે :
૧. અનિત્ય ભાવના-સર્વ પર પદાર્થોની અનિત્યતા ચિંતવી.
૨. અશરણ-ભાવના-અરિહંતાદિ ચાર શરણ વિના સંસારમાં પ્રાણીને કોઈનું શરણ નથી, તેવું ચિંતન કરવું.
૩. સંસારભાવના-સંસારમાં જીવનું અનાદિ પરિભ્રમણ તથા તેના અનંત જન્મ, મરણ અને અસ્થિર સંબંધોનું ચિંતન કરવું.
૪. એકત્વ-ભાવના-જન્મ-મરણ, તથા સુખ-દુ:ખ સંસારમાં એકલાને જ અનુભવવા પડે છે, તેમ ચિતવવું.
૫. અન્યત્વ-ભાવના-આત્માને ધન, બંધુ તથા શરીરથી ભિન્ન ચિંતવવો. ૬. અશુચિત્વ-ભાવના-શરીરનું અપવિત્રપણું ચિતવવું.
૭. આસવ-ભાવના-કષાય, યોગ, પ્રમાદ, અવિરતિ તથા મિથ્યાત્વને અશુભ કર્મના હેતુ તરીકે ચિંતવવા.
૮. સંવર-ભાવના-સંયમનું સ્વરૂપ અને તેના લાભો ચિંતવવા.
૯. નિર્જરા-ભાવના-કર્મની નિર્જરા કરવામાં કારણભૂત તપનો મહિમા ચિંતવવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org