________________
૧૨૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
(કાયોત્સર્ગ)નો ભંગ ન થાય ? તે સંબંધી ખુલાસો એ છે કે અહીં નમસ્કાર - વડે પારવું એટલી જ કાયોત્સર્ગની પ્રતિજ્ઞા નથી, પરંતુ અમુક સમય સુધી કાયોત્સર્ગ કરવો, એવી પ્રતિજ્ઞા છે. તેથી તેટલો સમય પૂરો થયા વિના નમસ્કારનો પાઠ બોલીને પારતાં ભંગ થાય છે. તથા બિલાડી, ઉંદર વગેરે આડા ઊતરે ત્યારે પોતે ખસીને સ્થાપનાજીની આડ ન પડવા દે તો કાયોત્સર્ગનો ભંગ થતો નથી. ચોરના સંભ્રમ-પ્રસંગમાં અથવા રાજાના સંભ્રમ-પ્રસંગમાં અસ્થાને નમસ્કારનું ઉચ્ચારણ કરતાં પણ તેનો ભંગ થતો નથી. તથા પોતાને અથવા બીજા સાધુ વગેરેને સર્પદંશ થવાના પ્રસંગે સહસા ઉચ્ચારણ કરતાં પણ તેનો ભંગ થતો નથી.
આ રીતે કુલ ૧૬ જાતના કાય-વ્યાપારો પૈકી કોઈ પણ જાતનો કાય-વ્યાપાર થઈ જાય તો તેથી કાયોત્સર્ગ ભગ્ન કે વિરાધિત ગણાય નહિ, પરંતુ તેનાથી ભિન્ન કોઈ પણ જાતનો કાય-વ્યાપાર થાય તો કાયોત્સર્ગ વિરાધિત અને ભગ્ન બન્યો ગણાય, તેમ સમજવાનું છે.
arvi-ઊર્ધ્વસ્થિત આસન વડે.
કાયોત્સર્ગની ક્રિયા ઊભા રહીને, બેસીને કે સૂઈને થાય છે; એટલે તેના ઉસ્કૃિત, નિષષ્ણ અને નિપન્ન એવા ત્રણ ભેદો ગણવામાં આવે છે. આ ત્રણ ભેદો પૈકી અહીં ઉચ્છિતને ગ્રહણ કરવાનો છે.
આ વખતે નીચે જણાવેલા દોષો પૈકીનો કોઈ પણ દોષ સેવવામાં આવે, તો કાયોત્સર્ગ બરાબર થયો કહેવાય નહિ. ૧. હોટલ-તોષ- ઘોડાની પેઠે એક પગ ઊંચો રાખવો, કે વાંકો
રાખવો તે. ૨. નતા-રોગ- વાયુથી વેલડી હાલે, તેમ શરીરને હલાવવું તે. ૩. તાબ્દિોષ- થાંભલા વગેરેને ઓઠીંગણ દઈને ઊભા રહેવું તે. ૪. મનિ-રોષ- ઉપર મેડી અથવા માળ હોય તેને મસ્તક ટેકવીને
ઊભા રહેવું તે. ૫. ૩-તોષ- ગાડાની ઊધની પેઠે પગના અંગૂઠા તથા પાની
મેળવીને ઊભા રહેવું તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org