________________
૧૧૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
જાતનો સૂક્ષ્મ કાય-વ્યાપાર છે, પણ તે કાબૂ બહારનો હોઈ તેનો સમાવેશ અપવાદમાં થયેલો છે.
સૂક્ષ્મ દૃષ્ટિ-સંરાત્મ(૩)-આંખનો પલકારો થવો.
કાયોત્સર્ગ-અવસ્થામાં દષ્ટિને કોઈ પણ ચેતન કે અચેતન વસ્તુ પર સ્થિર કરવામાં આવે છે, પરંતુ સંભવ છે કે આ પ્રસંગે કોઈ વાર દષ્ટિ હલી પણ જાય, કારણ કે મનની માફક તેને પણ સ્થિર કરવી દુષ્કર છે. તે માટે આ.નિ.માં કહ્યું છે કે માનો-રત્ન વહૂ, માત્ર તે સુંદર થિ વડે જોવામાં ચંચળ સ્વભાવવાળાં ચક્ષુને સ્થિર કરવાં તે મનને સ્થિર કરવાની જેમ દુષ્કર છે. (ગા. ૧૫૧૩) જો કે આ બાબતમાં મહાસત્ત્વવંત આત્માઓ અપવાદ ગણાય છે, કારણ કે તેઓ એક રાત્રિ-પર્યત અનિમેષ નયને રહી શકે છે. પરંતુ સામાન્ય આત્માઓને માટે એ વસ્તુ પૂરેપૂરી શક્ય નહિ હોવાથી તેનો સમાવેશ અપવાદમાં કરવામાં આવ્યો છે.
* આયુર્વેદનો સામાન્ય અભિપ્રાય એવો છે કે વેપાત્ર ધાયે-વાયુ વગેરેથી ઉત્પન્ન
થતા વેગોને રોકવા નહિ, કારણ કે તેથી અનેક જાતના રોગો થવા સંભવ છે. દાખલા તરીકે :
कासस्य रोधात्तवृद्धिः, श्वासारुचिहृदामयाः ॥१४॥ शोषो हिध्मा च कार्योऽत्र कासहा सुतरां विधिः ॥
..... | शिरोर्तीन्द्रियदौर्बल्यमन्यास्तम्भादितं क्षुतेः ।।
.................... ? || उद्गारस्यारुचिः कम्पो, विबन्धो हृदयोरसोः । आध्मानकासहिध्माश्च, हिध्मावत्तत्र भेषजम् ।।९।। विसर्पकोठकुष्ठाक्षिकण्डूपाण्ड्वामयज्वराः । સાસ થાસહસ્ત્રાવ્ય% થવો વગેઃ II૧૮ (અષ્ટાંગ હૃદય, આ ૪થો)
ઉધરસને રોકવાથી ઉધરસ વધે છે તથા દમ, અરુચિ, હૃદયના રોગ, ક્ષય અને હેડકીનો રોગ થાય છે.
છીંકને રોકવાથી માથું દુખે છે, ઇંદ્રિયો નબળી પડે છે, ડોક રહી જાય છે અને આદત નામે વાયુનો રોગ થાય છે.
(બગાસું રોકવાથી પણ માથું દુખે છે, ઇંદ્રિયો નબળી પડે છે, ડોક રહી જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org