________________
અનન્દ-સૂત્ર • ૧૧૭
સુત-વૃશ્ચિત-૩ -છીંક, બગાસું અને ઓડકાર.
આ ક્રિયાઓ પણ ઉદાન વાયુને લીધે જ ગતિમાન થાય છે, તેથી તેના વેગને દરેક વખતે રોકી શકાતો નથી અને કદાચ રોકવામાં આવે તો અસમાધિ થાય છે; તેથી તેનો સમાવેશ અપવાદમાં કરેલો છે.
વાત-નિસ-અધોવાત, પવનનું છૂટવું.
આ ક્રિયા અપાન-વાયુના વેગથી શક્ય બને છે, એટલે તે દરેક વખતે રોકી શકાતી નથી, તેમજ રોકવી ઉચિત પણ નથી, કારણ કે તેથી પેટમાં દુઃખાવો કે ચૂંક ઊપડવાનો સંભવ છે.
અમરી-ભ્રમરી, ચક્કર.
જેમાં મગજ ભમે-ફરે તે ભ્રમરી. તેને ચક્કર આવવા કે ફેર આવવા પણ કહે છે. પિત્તપ્રકોપ, અપથ્ય આહાર-વિહાર, અપ્રિય વાસ, માનસિક આઘાત કે તેવા પ્રકારના રોગથી ગમે ત્યારે તેનો ઉદ્ભવ થાય છે. તે ઈચ્છા કે પ્રયત્ન માત્રથી રોકી શકાય તેવી ક્રિયા નથી, એટલે તેનો સમાવેશ પણ અપવાદમાં કરેલો છે.
પિત્ત-મૂ-પિત્તની અતિશયતાને લીધે ઉત્પન્ન થતી બેભાન અવસ્થા.
આ અવસ્થા એકાએક ગમે ત્યારે થઈ આવવા સંભવ છે. તેથી તે પણ કાબૂની વાત નથી.
સૂક્ષ્મ ગ્રંથ-સંવાન(ર-શરીરનાં અંગોનું સૂક્ષ્મ ફુરણ.
આંખનાં પોપચાંનું ફરકવું, ગાલનું ફરકવું, હાથ-પગના સ્નાયુઓનું ફરકવું, રૂંવાડાં ચડી આવવાં વગેરે ક્રિયાઓ આપણી ઇચ્છા કે પ્રયત્નને આધીન ન હોઈ શરીરમાં ગમે ત્યારે થવાનો સંભવ હોય છે, તેથી તેનો સમાવેશ પણ અપવાદમાં કરેલો છે.
સૂક્ષ્મ યેન-સંવા(ર) સૂક્ષ્મ રીતે કફ તથા વાયુનો સંચાર થવો.
આ ક્રિયા શરીરમાં નિરંતર ચાલ્યા જ કરે છે. વાયુ કફને જુદાં જુદાં સ્થાને લઈ જાય છે, અને કોઈ વખત તેનો વેગ વધારે હોય તો આપણને ખબર પણ પડે છે કે અંદર કફનું હલન-ચલન થઈ રહ્યું છે. આ પણ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org