________________
૧૦૪ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
ભાવ એ પણ નીકળે છે કે જે કાયોત્સર્ગ જે અતિચારના શોધન નિમિત્તે કરવામાં આવતો હોય તેમાં તે તે અતિચારોનું યથાર્થપણે શોધન કરવું. દાખલા તરીકે ઐર્યાપથિકી વિરાધના અંગેનો કાયોત્સર્ગ હોય તો તેમાં તેના અતિચારોનું ચિંતન કરવું, ભક્તપાન કે શય્યાસનાદિ અંગેનો કાયોત્સર્ગ હોય તો તેમાં તેના અતિચારોનું ચિંતન કરવું અને દર્શનશુદ્ધિ નિમિત્તનો કાયોત્સર્ગ હોય તો તેમાં જે જે પ્રકારે દર્શનની વિરાધના થઈ હોય, તેનું ચિંતન કરવું. શાસ્ત્રકારોએ તે માટે ઉચ્છ્વાસનું જે કાલમાન બતાવ્યું છે, તે પર્યાપ્ત છે.× કાયોત્સર્ગ કરવાના કાલ સંબંધી ધ્યાનશતકમાં કહ્યું છે કે :कालोऽवि सोच्चिय जहिं जोगसमाहाणमुत्तमं लहइ । न उ दिवसनिसावेलाइनियमणं झायिणो भणियं ॥ ३८ ॥
ભાવાર્થ-ધ્યાનને માટે કાલ પણ તે જ ઉચિત છે કે જે કાલમાં મન, વચન અને કાયાના યોગોનું ઉત્તમ સમાધાન થાય. ધ્યાન કરનાર માટે દિવસ, રાત્રિ કે વેળા વગેરેનો નિયમ તીર્થંકરગણધરાદિકે કહ્યો નથી.
કાયોત્સર્ગ અને સામાયિકને અન્યોન્યાશ્રય સંબંધ છે, એટલે કાયોત્સર્ગની સિદ્ધિથી સામાયિકની સિદ્ધિ થાય છે અને સામાયિકની સિદ્ધિથી કાયોત્સર્ગની સિદ્ધિ થાય છે. આ. નિ.ની નિમ્ન ગાથા આ વાતની પ્રતીતિ કરાવે છે ઃ
× ઉચ્છ્વાસના કાલમાનમાં કોઈ વહેલું ચિંતન કરી લે તો પછી શું કરવું ? એનો ઉત્તર મૂલાચારના પ્રથમ ભાગના ષડાવશ્યકાધિકારની નિમ્ન ગાથાઓ આપે છે :
:
काओसम्हि ठिदो चितिदु इरियावधस्स अतिचारं ।
तं सव्वं समाणित्ता धम्मं सुक्कं च चिंतेज्जो ॥१६७॥
।
तह दिवसियरादियपक्खियचदुमासिवरिसचरिमे तं सव्वं समाणित्ता धम्मं सुक्कं च झायेज्जो ॥१६८॥
ભાવાર્થ-[મુમુક્ષુ] કાયોત્સર્ગમાં ઊભો રહીને ઈર્યાપથથી લાગેલા અતિચારનું ચિંતન કરે અને તે પૂર્ણ થયે ધર્મધ્યાન તથા શુક્લધ્યાન કરે. તે પ્રમાણે દૈવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ તથા પર્યંત આરાધના માટે કરવામાં આવતા કાયોત્સર્ગમાં જે જે અતિચારોનું ચિંતન કરવાનું છે, તે સઘળું ચિંતન કર્યા પછી ધર્મધ્યાન અને શુક્લધ્યાન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org