________________
તસ્સ ઉત્તરી સૂત્ર
શાસ્ત્રકારોએ આત્માને ઉજ્વલ બનાવવા માટે સામાયિક, ચતુર્વિંશતિ-સ્તવ, વંદનક, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન એ છ આવશ્યકની પ્રરૂપણા કરી છે, એટલે કાયોત્સર્ગ એ આત્માને ઉજ્જવલ બનાવનારી એક આવશ્યક ક્રિયા છે.
22
અનુયોગદ્વાર સૂત્રમાં છયે આવશ્યકના અર્થાધિકારો દર્શાવ્યા છે. તેમાં કાયોત્સર્ગનો અર્થાધિકાર દર્શાવતાં કહ્યું છે કે કાયોત્સર્ગ વળ-તિવિચ્છ એટલે મહાન દોષરૂપ ભાવવ્રણની ચિકિત્સા છે.
તાત્પર્ય કે કાયોત્સર્ગ આત્મશુદ્ધિનો એક અમોઘ ઉપાય છે, તેથી મુમુક્ષુ આત્માએ તેનું અનન્ય શરણ લેવું જોઈએ. તે માટે શ્રી જિનેશ્વરદેવનાં તથા અન્ય મહર્ષિઓનાં જીવન પ્રેરણાદાયક છે.
કાયોત્સર્ગ કેવી રીતે કરવો ? તે સંબંધમાં નીચેની ગાથાઓ સુંદર પ્રકાશ પડે છે.ઃ
संवरियासवदारा, अव्वाबाहे अकंटए देसे ।
काऊण थिरं ठाणं, ठिओ निसन्नो निवन्नो वा ॥
ભાવાર્થ :- આશ્રવદ્વારોનો સંવર કરીને અવ્યાબાધ તથા અકંટક દેશમાં જઈને ઊભેલી, બેઠેલી કે સૂતેલી સ્થિતિમાં (મુદ્રામાં) આસન સ્થિર કરીને કાયોત્સર્ગ કરવો.
આ. નિ. ૧૪૬૫.
સામાન્ય રીતે કાયોત્સર્ગ ઊભેલી સ્થિતિમાં એટલે જિનમુદ્રાએ કરવાનો હોય છે. પરંતુ અશક્તિના કારણે કે અંતિમ સમયે આરાધના અટકતી હોય તો સંલેખના માટે જે કાયોત્સર્ગ કરવાનો હોય તે બેઠેલી કે સૂતેલી સ્થિતિમાં કરવાનો હોય છે.
Jain Education International
આ ગાથાનું તાત્પર્ય એ છે કે કાયોત્સર્ગ કરવા ઇચ્છનારે પૂર્વ તૈયારી તરીકે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચ આશ્રવદ્વા૨ોનો રોધ કરવો જોઈએ; અર્થાત્ તેમાંથી નિવૃત્ત થવું જોઈએ. પછી તેણે કાયોત્સર્ગ માટે એવો પ્રદેશ પસંદ કરવો જોઈએ કે જે વ્યાબાધા એટલે વિક્ષેપ ઉત્પન્ન કરે નહિ. નજીકમાં ગાનતાન ચાલતાં હોય કે ભારે કોલાહલ
For Private & Personal Use Only
www.jainelibrary.org