________________
જીવનની સંધ્યાએ તે માંદગીના બિછાનેથી નાદુરસ્ત તબિયતે પણ તે વાંચતા, વિચારતા અને સંશોધન માટે ફરી નોંધ કરતા-કરાવતા રહ્યા. તેમની તીવ્ર ઝંખના-કામના-હતી કે
-શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર-પ્રબોધ ટીકા -સૂરિમંત્ર કલ્પ સમુચ્ચય ભાગ બીજો
અને
-યોગશાસ્ત્ર પ્રથમ બે પ્રકાશ
[આ ત્રણેય પ્રકાશન પોતાની હયાતીમાં થાય. પણ વિધાતાને કંઈક બીજું જ મંજૂર હતું !!!
આ ત્રણેમાંથી પ્રબોધ ટીકાની ત્રીજી આવૃત્તિના પ્રથમ ભાગ તો તે સાદ્યત જોઈ-તપાસી ગયા છે. બાકીના બે ભાગ તથા બે પ્રકાશનો હવે સંસ્થા મારફત બહાર પડશે.
સંશોધન કાર્ય મંડળના ઉપક્રમે તેમણે સંશોધિત પચીસથી પણ વધુ ગ્રંથોનું સમાજને પ્રદાન કર્યું છે. આ ગ્રંથો સંસ્કૃત, પ્રાકૃત, હિંદી, ગુજરાતી અને અંગ્રેજી એમ વિવિધ ભાષામાં પ્રકટ થયા છે. નમસ્કાર મંત્ર, ઉવસગ્ગહર સ્તોત્ર, લોગસ્સસૂત્રના ઉપર પ્રબોધ ટીકામાં માહિતીપૂર્ણ છણાવટ થઈ હતી. છતાં તે સૂત્રો ઉપર તેમનું અધ્યયન અને ચિંતન ચાલુ રહ્યાં અને મંત્ર તથા તંત્રની દષ્ટિએ સંશોધન કરીને વધારે વિશદ અને ગહન ગ્રંથો રૂપે આ સૂત્રો ઉપર સ્વતંત્ર પ્રકાશનો પ્રગટ થયાં. જૈન યોગના તેમના અભ્યાસના ફળ સ્વરૂપે યોગસાર, યોગપ્રદીપ, સામ્યશતક, સમતા શતક, ધ્યાન વિચાર પ્રગટ થયા. તદુપરાંત ઋષિમંડળ સ્તવ આલેખનવિધિ, અને સૂરિમંત્ર કલ્પ સમુચ્ચય ભાગ૧, આ વિષયોના જ્ઞાતાઓ માટે માહિતીપૂર્ણ ગ્રંથો બની રહ્યા છે. સૂત્રોનો અભ્યાસ કરતાં તેમના ગહન અર્થો પ્રગટ કરવા માટે મંત્ર તથા તંત્રનો અભ્યાસ જરૂરી બન્યો એટલે આ વિષયોમાં તેમણે ઊંડું અધ્યયન કર્યું. છેવટનાં વર્ષોમાં અનાસક્તિભાવ કેળવાતો ગયો એટલે તેમનું અધ્યયન વિશેષ કરીને ધ્યાન'ના વિષય ઉપર વધારે કેન્દ્રિત થતું ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org