________________
૮૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
એ વિરદિયા-[મયા વિધતા ]-મારાથી વિરાધાયા હોય, મારાથી દુઃખને પ્રાપ્ત થયા હોય, મારાથી દુઃખ પામ્યા હોય.
વિરાધનાનો બીજો અર્થ પ્રાણીને દુઃખ ઉપજાવવું તે છે. વિરાધ્યક્ત દુઃ સ્થાણુને પ્રાપિનોતિ વિરાધના-જેના વડે પ્રાણીઓ દુઃખમાં મુકાય, તે વિરાધના.
ત્યિા-[પ્રવેન્દ્રિયા:]-એક ઇંદ્રિયવાળા જીવો.
જેને સ્પર્શન કરવાની એક જ ઇંદ્રિય મુખ્ય છે, તેવા જીવોને એકેંદ્રિય જીવ કહેવાય છે. તેઓ સ્વેચ્છા મુજબ હલન-ચલન કરી શકતા નથી; તેથી તેમને સ્થાવર જીવો તરીકે પણ ઓળખવામાં આવે છે. કહ્યું છે કે :
પુઢવી-7-17-વાડ-વાર થાવરા નેયા !
પૃથ્વી, જલ, જવલન (અગ્નિ), વાયુ અને વનસ્પતિ-એ સ્થાવર જીવો જાણવા.
ત્યિ-[કીન્દ્રિય:]-બેઇંદ્રિયવાળા જીવો.
જે જીવોને સ્પર્શેન્દ્રિય તથા રસનેંદ્રિય (જિલૅન્દ્રિય) એ બે ઇંદ્રિયો હોય, તે બે ઇંદ્રિયવાળા જીવો કહેવાય છે. આવા જીવોનો પરિચય જીવવિચાર પ્રકરણમાં-નીચે મુજબ કરાવવામાં આવ્યો છે :
संख-कवड्डय-गंडुल-जलोय-चंदणग-अलस-लहगाई । મે-િવિમિ-પૂયરા, વેન્દ્રિય મોડ્રવાહાકું મારા
ભાવાર્થ-શંખ, કોડા, ગંડોલ (પેટના મોટા કૃમિ), જળો, ચંદનક (સમુદ્રમાં થતા એક જાતના જીવો, જે નિશ્ચેતન થયા પછી સ્થાપનાચાર્યમાં રખાય છે અને જેને આયરિય નામથી ઓળખવામાં આવે છે), અળસિયાં, લાળિયાં (વાસી ખોરાકમાં ઉત્પન્ન થતા), કાષ્ઠ-ક્રીડા, કૃમિ, પાણીના પોરા, ચૂડેલ તથા છીપ વાળા વગેરે બેઇંદ્રિય જીવો છે.
તેલિય-[ત્રીન્દ્રિયા:]-ત્રણ ઇંદ્રિયવાળા જીવો.
સ્પર્શેદ્રિય, રસનેંદ્રિય અને ધ્રાણેદ્રિય-એ ત્રણ ઇંદ્રિયો જેને હોય, તે ત્રણ ઇંદ્રિયવાળા જીવો કહેવાય છે. તે માટે જીવવિચાર-પ્રકરણમાં કહ્યું છે કે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org