SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧ યોગ્ય. તે માટે શ્રીહરિભદ્રસૂરિએ સંબોધપ્રકરણના મિથ્યાત્વ અધિકારમાં જણાવ્યું છે કે : देवो रागी यतिः संगी, धर्मः प्राणि-निशुम्भनम् । मूढदृष्टिरिति ब्रूते, युक्तायुक्ताविवेचकः ॥ યુક્ત અને અયુક્તનો બરાબર વિવેક નહીં કરી શકનાર મૂઢદષ્ટિ રાગીને-રાગ-દ્વેષવાળાને દેવ ગણે છે, સંગીને-સ્ત્રીસંગ કરનારને યતિ એટલે ગુરુ ગણે છે, અને પ્રાણિ-વધને ધર્મ કહે છે. અર્થાત્ આ પ્રમાણેની માન્યતા, તે કુદેવ, કુગુરુ અને કુધર્મની માન્યતા છે. અને તેથી વિરુદ્ધ અઢાર દોષોથી રહિત હોય, તે દેવ-અરિહંત સુદેવ છે; પ્રસ્તુત સૂત્રમાં જણાવ્યા તેવા ૩૬ ગુણોથી યુક્ત, તે સુગુરુ છે; અને અહિંસા, સંયમ તથા તપના લક્ષણથી યુક્ત જે ધર્મ, તે સુધર્મ છે. કુગુરુ અને સુગુરુને ઓળખવા માટે આ સૂત્ર આ રીતે ચાવી-સમાન છે, તેથી ઘણું ઉપયોગી છે. પડાવશ્યકને લગતા કેટલાક બાલાવબોધોમાં, નમસ્કાર-મહામંત્રના વિવેચન-પ્રસંગે, તેમ જ સ્વતંત્ર રીતે, આ ગાથાઓ પર કેટલુંક વિવરણ થયેલું છે. (૭) પ્રકીર્ણક શ્રીહરિભદ્રસૂરિકૃત સંબોધપ્રકરણ (અપરના તત્ત્વપ્રકાશ) ગુરુસ્વરૂપાધિકારની ૯૧મી તથા ૯૨મી ગાથા નીચે મુજબ છે : પત્યિ -સંવરો, તદ નવવિદ-વંમત્તિ -થજે तह चत्त-चउ-कसाओ, अट्ठारसगुणेहिं संजुत्तो ॥११॥ પંઘ-મધ્ય-ગુત્તો, પંડ્યવહાથ-પત્નિ-સમલ્યો પં-સમિતિ-ગુત્તિ-ગુત્તો છત્તર-ગુપ-વત્રિો હરા આચાર્યના ૩૬ ગુણોની ગણના તેમણે જુદી જુદી ૪૭ રીતે કરાવી છે, તેમાં આ રીત બીજી છે. આ સૂત્રમાં સર્વ વર્ણ ૮૦ છે. અને તેમાં ગુરુ ૧૦, લઘુ ૭૦ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy