________________
૨૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
ભાવાર્થ-જેઓની હૃદયરૂપી ગુફામાં નવકારરૂપી કેસરીસિંહ નિરંતર રહેલો છે, તેઓનો આઠ કર્મોની ગાંઠરૂપી હાથીઓનો સમૂહ સમસ્ત પ્રકારે નાશ પામેલો છે.
जिणसासणस्स सारो, चउदसपुव्वाण जो समुद्धारो । जस्स मणे नवकारो, संसारो तस्स किं कुणइ ? ॥२८॥
(રંવ મુદતર નિં)-ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૩૮૪. ભાવાર્થ :- જે શ્રીજિનશાસનનો સાર છે, ચતુર્દશ પૂર્વોનો સમ્યગુ ઉદ્ધાર (રહસ્ય) છે, તે નવકાર જેના મનને વિશે સ્થિર છે, તેને સંસાર શું કરે ? અર્થાત્ કંઈ પણ કરવા સમર્થ નથી.
શ્રીમદ્ યશોવિજયજીએ શ્રીપંચપરમેષ્ઠિ-ગીતામાં નમસ્કારનો મહિમા અનેક પ્રકારે વર્ણવ્યા પછી તેનો ઉપસંહાર કરતાં જણાવ્યું છે કે :
રતન-તણી જિમ પેટી, ભાર અલ્પ બહુમૂલ્ય ચૌદ પૂરવનો સાર છે, મંત્ર એ તેહને તુલ્ય. સકલ સમય અત્યંતર, એ પદ પંચ પ્રમાણ; મહસઅ-ખંધ તે જાણો, ચૂલા-સહિત સુજાણ. દૂહા-૧૩૦
ભાવાર્થ-રત્નની પેટીનું વજન થોડું અને મૂલ્ય ઘણું હોય છે, તે રીતે પંચપરમેષ્ઠિને નમવારૂપ નમસ્કારમંત્ર વજનમાં-અક્ષરોના પ્રમાણથી બહુ નાનો-માત્ર ૬૮ અક્ષર-પ્રમાણ જ છે, પરંતુ તેનું મૂલ્ય-ફલ ઘણું જ છે. તે ચૌદ પૂર્વના સારરૂપ છે
નમસ્કારનાં પાંચ પદો (તલમાં તેલ રહે તેમ, અથવા કમલમાં મકરંદ રહે તેમ) બધાં આગમોની અંદર વ્યાપીને રહેલાં છે. વળી (જયારે બીજાં શાસ્ત્રો માત્ર શ્રુતસ્કંધ કહેવાય છે, ત્યારે આ નમસ્કારનો) ચૂલા-સમેતનો પાઠ મહાગ્રુતસ્કંધ કહેવાય છે. (શ્રીમહાનિશીથાદિ સૂત્રોમાં આ નમસ્કારને પંચમંગલ-મહાશ્રુતસ્કંધ તરીકે ઓળખાવેલ છે.)
નમસ્કારસૂત્ર નવ પદો અને આઠ* સંપદામાં વહેંચાયેલું છે, તે આ રીત:
* સંપદા એટલે અર્થનું વિશ્રામસ્થાન અથવા અર્થાધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org