SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કાર મંત્ર ૦ ૨૭ શ્રીઅરિહંતાદિ પાંચભગવંતોને-પાંચ પરમેષ્ઠિઓને કરવામાં આવતા નમસ્કારની મહત્તા બતાવતાં વૃદ્ધનમસ્કાર ફલસ્તોત્ર(જં નમુક્કાર ન ઘુત્ત)માં શ્રીજિનચંદ્રસૂરિએ કહ્યું છે કે जेणेस नमुक्कारो, सरणं संसार-समर-पडियाणं । कारणमसंख-दुक्ख-क्खयस्य हेऊ सिवपहस्य ॥ - (ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૩૬૩) ભાવાર્થ :- જેથી આ નમસ્કાર સંસાર-સમરાંગણમાં પડેલા આત્માઓને શરણરૂપ છે, અસંખ્ય દુઃખોના ક્ષયનું કારણ છે, તથા શિવપંથનો પરમ હેતુ છે. कल्लाण-कप्पतरुणो, अवंझ-बीयं-पयंड-मायंडो । भव-हिमगिरि-सिहराणं पक्खि-पहू पाव-भुयंगाणं ॥६॥ आमूलुक्खणणंमी, वराह-दाढा दारिद्द-कंदस्स । रोहण-धरणी पढमुब्भवंत-सम्मत्त-रयणस्स ॥७॥ कुसुमुग्गमो य सुग्गइ-आउयबंध-दुमस्स निव्विग्छ । उवलंभ-चिंधममलं, विसुद्ध-सद्धम्म-सिद्धीए ॥८॥ -ન. સ્વા. પ્રા. વિ. પૃ. ૩૬૩-૪. ભાવાર્થ :- વળી તે કલ્યાણ-કલ્પતરુનું અવધ્ય બીજ છે, સંસારરૂપી હિમગિરિનાં શિખરોને ઓગાળવા માટે પ્રચંડ સૂર્યતુલ્ય છે, પાપ-ભુજંગોને દૂર કરવા માટે ગરુડપક્ષી છે, દરિદ્રતાના કંદને મૂલથી ઉખેડી નાખવા માટે વરાહની દાઢો સમાન છે, સમ્યક્ત-રત્નને પ્રથમ ઉત્પન્ન થવા માટે રોહણાચલની ધરણી છે, સદ્ગતિના આયુષ્ય-બંધરૂપી વૃક્ષનો પુષ્પોગમ છે અને નિર્વિઘ્નપણે વિશુદ્ધ એવા સદ્ધર્મની સિદ્ધિની પ્રાપ્તિનું નિર્મળ-સમર્થ ચિહ્ન છે. લઘુનમસ્કારફલમાં (પંચ નમુક્કાર ફલમાં) તે સંબંધી કહ્યું છે કે :हियय-गुहाए नवकार-केसरी जाण संठिओ निच्चं । कम्मट्ठ-गंठि-दोघट्ट-थट्टयं ताण परिणटुं ॥२४॥ (પંa નમુAિ૨ નં) ૧. સ્વા. પ્રા. વિ. પૃ. ૩૮૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy