________________
૧૮ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
(૪) તાત્પર્યાર્થ
અરિહંત-અઢાર દોષથી રહિત સુદેવ. અઢાર દોષો સંબંધી શ્રીહેમચંદ્રાચાર્યે અભિધાનચિંતામણિ કોષ-દેવાધિદેવ-કાંડમાં જણાવ્યું છે કે :અન્તરાયા દ્વાન-નામ-વીર્ય-મોનોપમો । हासो रत्यरती भीतिर्जुगुप्सा शोक एव च ॥७२॥
कामो मिथ्यात्वमज्ञानं, निद्रा चाविरतिस्तथा । रागो द्वेषश्च नो दोषास्तेषामष्टादशाप्यमी ॥७३॥ ભાવાર્થ :
(૧) દાનાન્દરાય, (૨) લાભાન્તરાય, (૩) વીર્યાન્તરાય, (૪) ભોગાન્તરાય, (૫) ઉપભોગાન્તરાય, (૬) હાસ (હાસ્ય), (૭) રતિ, (૮) અતિ, (૯) ભય, (૧૦) જુગુપ્સા,, (૧૧) શોક, (૧૨) કામ, (૧૩) મિથ્યાત્વ, (૧૪) અજ્ઞાન, (૧૫) નિદ્રા, (૧૬) અવિરતિ, (૧૭) રાગ અને (૧૮) દ્વેષ-આ અઢાર દોષો શ્રીઅરિહંત દેવમાં હોતા નથી.
તીર્થંકર, જિનેશ્વર, સર્વજ્ઞ.
ધર્મરૂપી ભાવતીર્થની સ્થાપના કરનાર અથવા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરનાર શ્રી ઋષભાદિ માટે તીર્થંકર શબ્દનો પ્રયોગ થાય છે. તીર્થંકરો નિયમથી અરહંત કે અર્હત્ હોય છે, તેથી આ શબ્દ તેમને ઓળખવાને માટે રૂઢ બનેલો છે.
શ્રી તીર્થંકર દેવો જિનેશ્વર તથા સર્વજ્ઞ હોય છે, તેથી અરિહંતોનો અર્થ જિનેશ્વર અથવા સર્વજ્ઞ થઈ શકે છે.
જિનેશ્વર એટલે જિનોમાં શ્રેષ્ઠ. અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, કેવલજ્ઞાની ચતુર્દશ પૂર્વધરો તથા અભિન્ન (સંપૂર્ણ)-દશપૂર્વાને માટે જિન શબ્દ વપરાય છે. તે બધામાં તીર્થંકરો અથવા અરિહંતો શ્રેષ્ઠ હોવાથી તેમને જિનેશ્વર કહેવામાં આવે છે.
સર્વજ્ઞ એટલે સર્વ પદાર્થોને તેના સર્વ ગુણો અને સર્વ પર્યાયો સહિત સંપૂર્ણપણે જાણના૨, અર્થાત્ ત્રણેય કાળના સર્વ ભાવોને હાથમાં રહેલાં નિર્મળ જળની માફક સાક્ષાત્ જોનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org