________________
એક માન્યતા એવી છે કે ડેરી પેદાશો ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન અને લોહ આપે છે. જેઓ શાકાહારી છે અને ખૂબ જ પ્રમાણમાં દૂધ અને દૂધની પેદાશો ખાય છે તે અને ઉત્તર ભારતમાં જેઓ માને છે કે દૂધ અને પનીર, એ માંસમાંથી મળનાર પ્રોટીનનો વિકલ્પ છે, તેઓ લોહ તત્વની ઉમપના કારણે એનીમિયા (anemia) રોગથી પીડાતા જોવા મળ્યા છે. વસ્તુતઃ દૂધ લોહ તત્વ તો આપતું જ નથી ઊલટું અન્ય પદાર્થોમાંથી પ્રાપ્ત લોહ તત્વને લોહીમાં ભળતું અટકાવે છે. લીલાં શાકભાજીમાંથી લોહ તત્ત્વ ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. દા.ત. એક મોટા વાડકા ભરેલ શાકભાજીમાંથી જેટલું લોહ તત્ત્વ મળે છે તેટલું લોહ તત્ત્વ મેળવવા માટે તમારે 50 ગેલન દૂધ પીવું પડે છે. જો તમે ફક્ત એક ગ્લાસ દૂધ લો તો તેના કારણે તમે લીધેલ શાકભાજીમાંથી લોહ તત્ત્વ લોહીમાં ભળી શકતું નથી અર્થાત તમારા આહારમાં લીધેલ બધાં જ શાકભાજીને ફક્ત એક ગ્લાસ દૂધ નકામાં બનાવી દે છે, તો એ લીલાં શાકભાજી લેવાનો અર્થ શું ? તમારા શરીરને સંભાળો. તમે ખબર છે કે જ્યારે તમે સહેજ પણ માંદાં પડો છો અને દૂધના વિચારથી તમને સૂગ ચડે છે ત્યારે ડોક્ટર જ તમને ભલામણ કરે છે કે જ્યાં સુધી તમને સારું ન થાય ત્યાં સુધી તે છોડી દો ? તેનું કારણ એ છે કે ચાર વર્ષની ઉંમર પછી મોટા ભાગના લોકો દૂધમાંના લેક્ટોઝ નામના કાર્બોહાઈડ્રેટ્સને પચાવવાની શક્તિ ગુમાવી દે છે. પરિણામે વારંવાર હઠીલો અતિસાર / સંગ્રહણી, વાયુ અને પેટમાં ચૂંક / આંકડી આવે છે. પ્રોટીન સાથે સંબંધ છે ત્યાં સુધી દૂધ શાકભાજીમાંથી જેટલું પ્રોટીન પ્રાપ્ત થાય છે તેટલું જ આપે છે અને કેટલાંક શાકભાજી તો દૂધ કરતાંય વધુ પ્રોટીન આપે છે. માનવ શરીરની રોજિંદી કેલરીની જરૂરિયાતના ફક્ત ચાર – પાંચ જ ટકા કુલ પ્રોટીનની મનુષ્યને જરૂર હોય છે. કુદરતે તેની આહારની વ્યવસ્થા જ એ રીતે કરી છે કે ફક્ત તમે રોટલી અને દાળ શાક જ લો તો પણ તમારી જરૂરિયાત કરતાં પણ વધુ પ્રોટીન તમને મળી રહે છે.