________________
પ્રવાહી પાચક રસ, જે ખોટો એસીડ હોય છે તે કાઢી લેવમાં આવે છે અને તેનો પનીર બનાવવામાં ઉપયોગ થાય છે. થોડાક વાછરડા-પાડો બળદ-પાંડા તરીકે પસંદ કરીને બાકીની જિંદગી અન્ય ગાય-ભેંસને કૃત્રિમ ગર્ભાધાન કરાવવા માટે અંધારિયા એકાંત વાડામાં રાખવામાં આવે છે. કેટલીકવાર આવા વૃદ્ધ બળદ-પાડાને શહેરોની ગલીઓમાં રખડતાં છોડી મૂકવામાં આવે છે. જ્યાં તે જતી આવતી ટ્રકો સાથે અથડાઈ મૃત્યુ પામે છે. મને ખબર છે કે એક અઠવાડિયામાં મેં આ રીતે મરી જતા આઠ બળદને પકડ્યા છે. ગાય-ભેંસનો મૂળ સ્વભાવ શું છે ? પોતાના બચ્ચાની સમર્પિતભાવથીજીવના જોખમે કાળજી રાખવી, ઘાસ-ચારો શોધવો, ખાવો, વાગોળવું અને ધીરજપૂર્વક કુદરતની સાથે સંવાદિતા સાધી પોતાનું કુદરતી 20 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરવું. ગાય-ભેંસ એ કાંઈ ચાર પગવાળું દૂધ દોહવાનું મશીન નથી કે જેનો ફક્ત એક જ હેતુ – ઓછામાં ઓછી કિંમતે વધુમાં વધુ દૂધ મેળવવા માટે અનાથ બનાવી, ગર્ભાધાન કરાવી, ધાન્ય ખવડાવી, દવાઓ ખવડાવી, કૃત્રિમ વીર્યદાન કરીને ચાલાકી કરવી. તમે ભારતીય ડેરીનો વર્ષો જૂનો ફૂકન નામનો રિવાજ જોયો છે ? જે ખરેખર કાયદાની દ્રષ્ટિએ પણ અયોગ્ય છે છતાં અત્યારે પણ દરરોજ હજારો ગાય-ભેંસ ઉપર તેનો પ્રયોગ થઈ રહ્યો છે. ગાય-ભેંસ જેવું દૂધ ઓછું આપવાનું ચાલુ કરે કે તુરત માલિક તેના મૂત્રમાર્ગમાં એક લાકડી ખોસે છે અને અત્યંત તીવ્ર વેદના આપવા તે લાકડીને ગોળ ગોળ ફેરવે છે. આમ કરવાનું કારણ એ છે કે ગોવાળોની એવી માન્યતા છે કે આ રીતે ગાય-ભેંસને કરવાથી તે વધુ દૂધ આપે છે. આથી ગાય-ભેંસના ગર્ભાશયમાં ચાંદા પડી જાય છે. જરા વિચાર તો કરો સ્ત્રીને કદાચ આવું થાય તો ? પણ ગાય-ભેંસને માટે તો કોઈપણ રીતે તેની દૂધ આપવાની શક્તિ પૂરી થયા પછી તેને એક જગ્યાએ બાંધી રાખી ભૂખી મારવામાં આવે છે અથવા અન્ય 40- 50 ગાય-ભેંસની સાથે ટ્રકમાં નાંખી કસાઈને ત્યાં લઈ જવામાં આવે છે.