________________
પૂરવાર કર્યું છે કે ઈંડું ચાહે ફલિત થયેલ હોય કે ન હોય, તો પણ તે ક્યારેય નિર્જીવ હોતું નથી, એ વાતમાં કોઈ શંકા નથી.
માદા પક્ષીઓ નર પક્ષીની ગેરહાજરીમાં ફલિત થયા વગરનાં ઈંડાં આપે છે પરંતુ અવલોકનોમાં જાણવા મળ્યું છે કે મરઘી મરઘા સાથેના સંયોગના પૂર્વ દિવસે અફલિત ઈંડું આપે છે અને ત્યારબાદ બીજા દિવસે પણ ઈંડું આપે છે. બીજા શબ્દોમાં કહીએ તો તે મરઘાના સંયોગ વિના પણ ફલિત ઈંડું આપી શકે છે. એનો અર્થ એ કે મરઘાના શુક્રાણુ મરઘીના શરીરમાં ઘણા કાળ સુધી રહી શકે છે. કેટલાક સંજોગોમાં આ સમયગાળો છ મહિના જેટલો પણ હોઈ શકે છે.
ફલિત થયેલ ઈંડું એ બચ્ચાંનાં જન્મની જ પૂર્વભૂમિકા છે. ફલિત ઈંડા એ મરઘીના પ્રજનન ચક્રનું જ પરિણામ છે અને તે ખૂબ જ અકુદરતી છે અને બંને પ્રકારના ઈંડાં માંસાહાર જ છે. ‘Compassion : The Ultimate Ethics' પુસ્તકના લેખ વિક્ટોરિયા મોરન (Victoria Moran) કહે છે કે ફલિત થયેલું ઈંડું ખાવું એટલે બચ્ચાના જન્મ પહેલાં તેનું ભક્ષણ કરવું, જે નૈતિકતાવિહીન છે. મેં કહ્યું છે કે ફલિત થયા વગરનું ઈંડું એ મરઘીના પ્રજનન ચક્રની પેદાશ છે અને તે ભાગ્યે જ મનુષ્યનો કુદરતી આહાર બની શકે છે અર્થાત્ ઈંડું એ મનુષ્યનો કુદરતી આહાર છે જ નહિ. (પૃ. 43)
ઈંડું ફલિત હોય કે ન હોય પણ તેમાં જીવન હોય છે જ અને તે સજીવ હોવાનાં બધાં જ લક્ષણો જેવાં કે શ્વાસોચ્છ્વાસ, મગજ, આહાર મેળવવાની શક્તિ વગેરે ધરાવે છે. ઈંડાંનાં કોચલામાં શ્વાસોચ્છ્વાસ માટે 15000 છિદ્રો હોય છે. 80 સેલ્સિયસ ઉષ્ણતામાને ઈંડું કોહવાવા લાગે છે. આ સડવાની પ્રક્રિયા ચાલુ થાય કે તરત તે તેની જાતે જ તેમાંના પાણીના બાષ્પીભવન દ્વારા આ સડવાની પ્રક્રિયાને ખુલ્લી કરે છે. ઈંડાં ઉપર સૂક્ષ્મ જીવાણુઓ આક્રમણ પણ કરે છે અને તે રીતે તેને રોગ પણ થાય છે. આ સડો જલદીથી ઈંડાંના કોચલા/બાહ્ય કવચ સુધી પહોંચી જાય છે.