________________
છે. બ્રિટિશ શૂ કંપની ક્લાર્કસ (Clark's) એ ગયે અઠવાડિયે જાહેર કર્યું હતું કે ભારતીય ચર્મમાંથી બનાવાયેલ વસ્તુઓ ખરીદવા અંગે તેઓ વિચાર કરશે. PETA ના હિટલીસ્ટમાં ફલોરશેઈમ (Florsheim), નોર્ડ સ્ટ્રોમ (Nordstrom), કેન્ઝયુઅલ કોર્નર (Casual Corner) અને બીજી છૂટક ગ્રાહકોની શૃંખલા છે. PETA ના ભારતીય આંદોલન સંયોજક જાસન બેકર કહે છે : “ભારતીય ચર્મ ઉદ્યોગને ઉત્તેજિત કરવા માટે આ પ્રમાણે કહેવાય છે. જો ગાય-ભેંસ વગેરે તરફની નિર્દયતાને રોકવા માટે તાત્કાલિક કાંઈ પણ કરવામાં નહિ આવે તો ચર્મ ઉદ્યોગ વગરની કોઈ જગ્યા બાકી નહિ રહે.” ભારતીય ચર્મ ઉદ્યોગના અગ્રણીઓને એ વાતની ચિંતા છે કે આ વિરોધ પશ્ચિમમાં થતી ચર્મનિકાસને તોડી નાંખશે. લગભગ 4000 ચામડું કમાવવાનાં કારખાનાં અને ચામડામાંથી વસ્તુઓ બનાવવાનાં કારખાનાં આ નિકાસ ઉપર નભે છે. આ ઉદ્યોગમાં લગભગ 17 લાખ લોકો રોજી મેળવે છે. તેમાંથી ત્રીજો ભાગ તો એકલી મહિલાઓ જ છે. ચર્મનિકાસ પરિષદના પ્રમુખ મહોમદ હાશીમ કહે છે : “આ આંદોલનની અમને અસર થાય છે જ એ વાતમાં કોઈ શંકા નથી.” તે માને છે કે તેમની જાતિ-કોમને ખોટી રીતે લક્ષ્ય બનાવવામાં આવી છે. તે કહે છે કે અમે તો ફક્ત મૃત પ્રાણીઓ ઉપર નભતા કારીગરો જ છીએ. અમે તો કતલખાનાઓ દ્વારા વેચવામાં આવતું ચામડું ખરીદીએ છીએ. 90% ચામડું ભેંસ, પાડા, બકરીઓ અને ઘેટાંનું જ વપરાય છે. તેઓના સંગઠને અપીલ કરી છે કે ચર્મનિકાસકારોએ ફક્ત એવાં પ્રાણીઓનું જ ચામડું લેવું કે જેને માનવીય રીતે મારવામાં આવ્યા હોય. આમ છતાં પ્રાણીઓના ગેરકાયદેસર સ્થળાંતર અને કતલખાના સામેની સરકારની કોઈ કાર્યવાહીના ચિહ્નો દેખાતાં નથી. PETA ના આંદોલન પૂર્વે ભારતીય પ્રાણીહક્કના જૂથે વર્ષોથી પ્રાણીઓ પ્રત્યે આચરવામાં આવતી ક્રૂરતા અને ક્રૂરતાપૂર્વકના સ્થળાંતરને રોકવા માટે પ્રયત્નો કર્યા