________________
કતલખાનામાં માંસ તૈયાર કરવાની સમાંતર પ્રક્રિયા બીજા રૂમમાં ચાલે છે, જ્યાં કારીગરો માંસની વિવિધ જાતિઓ, ઉપરથી ગોળ હોય તેવું, કટિ પ્રદેશનું માંસ, લાંબા લાંબા ટૂંકડાં હોય તેવું માંસ, લાંબા ચપટા ટૂકડા હોય તેવું માંસ, પાંસળીઓ, હડપચી વગેરે છૂટું પાડે છે. મોટરના દરેક અંગોની માફક પ્રાણીઓનાં દરેક અંગની વિશિષ્ટ કિંમત હોય છે અને તેનું બજાર હોય છે. ગાય-ભેંસના જીભના બજારમાં રતલના 58 સેન્ટ અર્થાત્ રૂ. 27 ઉપજે છે. મોટા ભાગે તે મેક્સિકો મોકલાય છે, જ્યાં તેના નાના નાના લાંભા ટૂકડા કરી, સ્વાદિષ્ટ મસાલેદાર ચૂર્ણ કરી તે પૂરણ તરીકે ટાકોમાં વપરાય છે.
ગાય-ભેસનાં હૃદય (રતલના 27 સેન્ટ અર્થાત્ રૂ. 15ના ભાવથી) મરીમસાલા નાંખેલ માંસયુક્ત પૂરણ બનાવવા માટે રશિયામાં નિકાસ કરવામાં આવે છે. ગાય- ભેંસના ગાલનું માંસ બલોની બનાવવા માટે અમેરિકન માંસ ઉત્પાદકોને વેચવામાં આવે છે. અલબત્ત, આમાંનાં ઘણી જાતનાં વિશિષ્ટ અંગોના વિશિષ્ટ માંસ પાલતુ પ્રાણીઓ માટેના ખોરાક બનાવતી કંપનીઓને વેચવામાં આવે છે, જે ખાસ કરીને અલગ પાડેલાં વિશિષ્ટ અંગોને ખરીદવાનો આગ્રહ રાખે છે.
કારગિલ, ધ મિનીયાપોલીસ બેઝડ મીટ પેકિંગ કંપનીના પ્રવક્તા માર્ક ક્લેઈન (Mark Klein) કહે છે : સુંદર, સ્વાદિષ્ટ અને પોષક દ્રવ્યોવાળી વાનગી બનાવવા માટે વિશિષ્ટ પ્રકારના માંસ ચોક્કસ પ્રમાણમાં લેવામાં આવે છે. અને તે માટે પાલતુ પ્રાણીઓનો ખોરાક બનાવનારા રસોઈયાઓ જુદા જુદા પ્રમાણમાં હૃદય, કલેજું અને એવાં જ બીજાં અંગોનું માંસ મંગાવે છે.
બાયોટેકનોલોજિ કે જેમાં દવાઓની કંપનીઓ DNA નો પુનઃ જોડાણકર્તા તરીકે ઉપયોગ કરીને પ્રયોગશાળામાં જે ઔષધો બનાવે છે તે બાયોટેકનોલોજિની ઉત્પત્તિ અને વિકાસ નહોતો થયો ત્યાં સુધી એ બધા પદાર્થો, ઘણી ફાર્માસ્યૂટિકલ કંપનીઓ પ્રાણીઓમાંથી તે મેળવતી હતી. તેમ છતાં, ગાય-ભેંસનું જાડું લોહી (લગભગ લીટરના રૂ. 1900 થી