________________
દેહ લોખંડના હૂકના આધારે જેમ જેમ આગળ ધકેલાતું જાય તેમ તેમ તેના ડઝનબંધી સંખ્યામાં નાના ટૂકડાઓ થતા જાય છે.
સૌ પ્રથમ જીવતી ગાય-ભેંસને ઢોળાવવાળા ઉપરના ભાગમાં લઈ જવામાં આવે છે, ત્યાં તેના માથાને પક્કડમાં મૂકવામાં આવે છે અને તેને બેભાન બનાવવામાં આવે છે. ત્યારબાદ ‘સ્ટીકર’ કહેવાતો માણસ તીણી છરી વડે તે ગાય-ભેંસના ગળાની ધોરી નસ કાપે છે અને ગાયભેંસ મરી જાય છે. નસમાંથી નીકળતું લોહી એક મોટા વાસણમાં ભેગું કરવામાં આવે છે. પાછળથી તે લોહીને સુકવીને, તેનો પાવડર બનાવવામાં આવે છે અને પ્રોટીનયુક્ત પશુ આહાર તરીકે તે ઢોરને ખવડાવવામાં આવે છે.
ત્યારબાદ પગની ખરીઓ દૂર કરવામાં આવે છે અને વેચાણ માટે ચામડું ઊતારી લેવામાં આવે છે. જો ગાય-ભેંસ ગર્ભવતી હોય તો તેના નહિ જન્મેલા ગર્ભસ્થ વાછરડાનાં ચામડાને ઊંચી જાતના સુંવાળાં ચામડાં (Slunk) તરીકે વેચવામાં આવે છે. ત્યાર પછી મસ્તકના ટૂકડા કરવામાં આવે છે અને તે ગાય-ભેંસની છાતીનો ભાગ ખોલી અંદરના અંગો છૂટા પાડવામાં આવે છે.
કચરો કહેવાતાં અંગોને (waste) કચરાપેટી જેવા ખંડમાં મોકલવામાં આવે છે અને પરિવહન પટ્ટા ઉપર તેને મૂકવામાં આવે છે જ્યાં કારીગરો ચીપિયા વડે અંગો છૂટાં પાડે છે.
કારીગરોનો એક સમૂહ હોજરીનાં પડ છૂટાં કરે છે, તો બીજો સમૂહ ફેફસાં છૂટાં કરે છે. બીજા કારીગરો હૃદય, પેન્ક્રિયાસ અથવા થાઈરોઈડ ગ્રંથિઓ છૂટી પાડે છે. મોટા ભાગે હાડકાંઓ અને ખરીઓનો ઉપયોગ આહાર, ખાતર અથવા ઊંચી જાતના પ્રોટીન યુક્ત પશુ આહાર અને ખાતર બનાવવામાં થાય છે. બાકીનો વધેલો કચરો અને હાડકાં, કોલન, જિલેટીન અને રમકડાં બનાવનારાઓને વેચી દેવામાં આવે છે.
કતલખાનાની આડપેદાશો :
ગાય-ભેંસના શરીરના અંગો અને તેના ઉપયોગ :