________________
નથી પરંતુ તેની શરૂઆતની જિંદગીમાં પીડા આપવામાં આવે છે. તેની એક વાછરડી સિવાય બધાં જ વાછરડાંઓને છ મહિના સુધી પીડાજનક રીતે રાખી છેવટે મારી નાંખવામાં આવે છે અને તે દૂધ આપતાં ગાયભેંસને પણ છેવટે પાંચ- છ વર્ષના અંતે ઓછું દૂધ આપતી થાય કે બંધ થાય કે તુરત મારી નાંખવામાં આવે છે. જ્યારે તેમનું કુદરતી આયુષ્ય 15 વર્ષનું હોય છે. ડેરી ઉદ્યોગ માટે રાખવામાં આવેલી ગાય-ભેંસ કે તેમનાં વાછરડાં આ નિર્દયતા અને મૃત્યુમાંથી ક્યારેય છટકી શકતાં નથી. ટૂંકમાં, દૂધ મેળવવા માટે આચરવામાં આવતી નિર્દયતા, માંસ મેળવવા માટે આચરાતી નિર્દયતા જેટલી અથવા તેના કરતાં વધુ ખરાબ હોય છે અને ડેરી બનાવટોનો ઉપયોગ કરીને આપણે આવી નિર્દયતાને પ્રેરણા અને પ્રોત્સાહન આપીએ છીએ. ડેરી પેદાશોનો જૈન મંદિરમાં થતો ઉપયોગ : શ્વેતાબંર, દિગંબર બંને સંપ્રદાયો તેમનાં દેરાસરોમાં થતી ધાર્મિક વિધિઓમાં દૂધ અને દૂધની બનાવટોનો ઉપયોગ કરે છે. પ્રાચીન કાળમાં (આજના ઉચ્ચ યાંત્રિકીવાળા જેમાં ગાય-ભેંસને અત્યંત પીડા આપી છેવટે મારી નાંખવામાં આવે છે તે ડેરી ઉદ્યોગના જન્મ પહેલાં) ભારતમાં ગાય-ભેંસની કુટુંબના એક સભ્ય તરીકે કાળજી લેવામાં આવતી હતી અને ગાય કે ભેંસને તેનું બચ્યું કે વાછરડું ધાવી લે તે પછી દોહવામાં આવતી હતી અને તે દૂધનો મનુષ્યો ઉપયોગ કરતા હતા અને આ જ કારણથી દૂધ અને દૂધની બનાવટોને જૈન કે અન્ય ધર્મગ્રંથોમાં હિંસક ગણવામાં આવી નથી. આપણે નવા યાંત્રિકી પર્યાવરણ હેઠળ, જૈન દેરાસરોમાં થતાં વિધિવિધાનોમાં ઉપયોગમાં લેવામાં આવતાં દૂધ અને દૂધની બનાવટો (દા. ત. પૂજા માટે દૂધ, આરતી માટે ઘી, નૈવેદ્ય માટે મીઠાઈ વગેરે) અંગે પુનઃમૂલ્યાંકન કરવું જોઈએ. કોઈપણ સંજોગોમાં આપણે આપણા જૈન ધર્મના ઉચ્ચતમ સિદ્ધાંત અહિંસામાં કોઈ જ છૂટછાટ મૂકવી ન જોઈએ. કોઈ જ સમાધાન કરવું ન જોઈએ.