________________
ટૂંકમાં, શાકાહારીઓ લીલાં શાકભાજી તથા અન્ય શાકાહારમાંથી પૂરતા પ્રમાણમાં કેલ્શયમ તથા પ્રોટીન મેળવે છે અને કુદરતી રીતે તેમનું વજન જળવાઈ રહે છે. વળી એ પ્રોટીન અને કેલ્શયમના કારણએ ઓસ્ટીયોપોરોસીસ (osteoporosis) નામનો રોગ તથા કિડની કામ કરતી બંધ થવાની શક્યતા પણ ઘણી જ ઓછી રહે છે. કોલેસ્ટેરોલ (સંતૃપ્ત ચરબી) : ફક્ત પ્રાણીઓ અને મનુષ્યનું યકૃત (liver) જ કોલેસ્ટેરોલ પેદા કરી શકે છે એટલે કોલેસ્ટેરોલ ફક્ત પ્રાણીજ પદાર્થો જેવાં કે માંસ, દૂધ, પનીર અને બીજી ડેરી પેદાશોમાં જ જોવા મળે છે. શુદ્ધ શાકાહાર ફળો, શાકભાજી, અનાજ અને કઠોળમાં કોલેસ્ટેરોલ બિલકુલ હોતું જ નથી. કોલેસ્ટેરોલ એ મીણ જેવો પદાર્થ છે. તે આપણા શરીરમાં હોર્મોન્સ તથા બીજા તત્ત્વો તૈયાર કરે છે. સામાન્ય રીતે આપણું યકૃત (liver) જ પોતાના માટે જરૂરી કોલેસ્ટેરોલ પેદા કરી લે છે. પરંતુ મનુષ્ય જ્યારે ડેરીની પેદાશો અને માંસાહારનો ઉપયોગ કરે છે ત્યારે તેમાં કોલેસ્ટેરોલ પણ આવે છે. આ રીતે આપણા શરીરમાં વધારાનું કોલેસ્ટેરોલ પ્રવેશે છે, જે નુકશાનકારક છે કારણકે તે આપણી રક્તવાહિનીઓ (ધમની અને શિરા)માં જમા થાય છે. અંતે છેવટે ધમનીમાં ગઠ્ઠા બાઝી જાય છે. પરિણામે હૃદય રોગનો હુમલો થાય છે. જેઓ સંપૂર્ણ શુદ્ધ શાકાહારી (Vegan) છે તેઓનું યકૃત (liver) જરૂરિયાત કરતાં વધારે કોલેસ્ટેરોલ પેદા કરતું નથી એટલે તેમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઊચું રહેતું નથી.
સંતૃપ્ત અને અસંતૃપ્ત ચરબી : સંતૃપ્ત ચરબી શરીરની સામાન્ય જરૂરિયાત કરતાં વધુ કોલેસ્ટેરોલ પેદા કરવા માટે આપણાં યકૃત (liver) ને ઉશકેરે છે. તેથી આપણું યકૃત આપણી જરૂરિયાત કરતાં વધારે કોલેસ્ટેરોલ પેદા કરે છે અને તે આપણી રક્તવાહિનીઓમાં જમા થાય છે. બધી જ પ્રાણિજ ચરબી, ઘી અને કેટલાક વનસ્પતિ તેલો દા.ત. કોપરેલ, પામોલીન વગેરેમાં સંતૃપ્ત