________________ Pravin K Shah Jaina Education Committee 13. વાચકોની નજરે “મારી ડેરી મુલાકાત લેખ Subject : Thank you for opening my eyes. Date : Fri., 5 Sept., 1997 12:40:23-1000 From : "h20Man"<gurrez@aloha.net> સાચોસાચ, તમારા સંદેશાએ મારી આંખોમાં આંસુ લાવી દીધાં, એક વખત એવોત હતો કે મને પોતાને પણ એમ લાગતું હતું કે બરફી, લસ્સી, હલવા અને ઘીની સુગંધવાળા ભાત, મારા ભોજનમાંથી દૂર કરવા માટે કોઈજ રસ્તો નથી. છેવટે સ્વર્ગીય ખુબોદાર સાત્વિક ઘી નગરનું ભારતીય ભોજન શું છે ? આપણા સંતો પણ શું ઘી, દૂધનો ઉપયોગ નહોતા કરતાં ? તે જ વખતે મને ખબર પડી કે હું મારી જાત પ્રત્યે જૂઠું બોલનારો આત્મવંચના કરનાર નઠોર હતો. ફક્ત સંપૂર્ણ શાકાહારી (Vegan) બનવા માટેના નિર્ણયે જ મારી જીવન પદ્ધતિમાં શાંતિનો અનુભવ કરાવ્યો છે. ગાય-ભેંસ અને અન્ય પ્રાણીઓ એનીમલ ફાર્મમાં જે રીતે પીડા અનુભવે છે તે જાણ્યા પછી, તેમનો અને તેમના દ્વારા અપાતા દૂધ, દહીં, ઘી, માખણ વગેરેનો નિર્દોષ આહાર તરીકે ઉપયોગ કરવો શક્ય નથી અને હવે મેં જાણ્યું કે ભારતમાં પણ ડેરી ઉદ્યોગના કારણે ગાય-ભેંસને પીડા અપાય છે. તમને ખબર નહિ પડે કે પહેલાં અન્ય ભારતીયો માખણ, ઘી, દૂધ વગેરેને શાકાહાર ગણે છે, એવું સાંભળનાર-સ્વીકારનારા અને તમે કેટલું પ્રોત્સાહન આપ્યું છે ? મેં તમારો પત્રલેખ સમય મળ્યે બીજાને બતાવવા માટે સંગ્રહ કરી રાખ્યો છે. અને તે દ્વારા મારી જાતને અપરાધ મુક્ત - શુદ્ધ બનાવીશ. જી. Date : Thu., 20 Aug., 1998 12:11:05-0700 From : "Baid, Jyoti" <Jyoti_Baid@affymettrix.com>