Page #1
--------------------------------------------------------------------------
________________
વિશ્વની મહાવિભૂતિ શ્રી વિજ્યાનંદસૂરિવરના અક્ષરદેહ
જ્યારે જ્યારે પ્રજાના જીવનમાંથી પ્રાણ ઊડી જઈ પ્રજા નિશ્ચેતન બની જાય છે અને જ્યારે તેને સાચે જ એમ લાગે છે કે તે ઘેર અંધકારમાં ડૂબતી જાય છે, ત્યારે ત્યારે તેને પુનર્જીવન અથવા નવીન પ્રકાશ મેળવવા માટે પેાતાની પ્રાચીન વિભૂતિએ—અર્થાત્ અસ્ત પામી ગયેલ છતાં વતાજાગતા પૂર્વ મહાપુરુષો—ની ઝગમગતી જીવનજ્યોતિનું દર્શન કરવાની ઉત્કંઠા થાય છે.
મહાપુરુષોની વનજ્યેાતના પ્રવાહો સ તાગામી હોઈ તેનું સ ંપૂર્ણ દર્શન વિવેકપુર:સર કરવાનું આપણા જેવા સાધારણ કોટિના દરેક મનુષ્ય માટે શકય નથી હતું, એટલે એ ન્યાતનું આધુ આખુંય દન આપણ સૌને થાય અને આપણા સૌમાં નવેસરથી નવચેતન પ્રગટે, એ ઉદ્દેશથી આપણા સૌની વચમાં વસતા પ્રાણવંતા પ્રજ્ઞાશાળી મહાપુરુષા અનેક ઉપાયે યેાજે છે.
આપણા પૂર્વ મહાપુષોએ સગ્ગાન–સદ્વિદ્યાની પ્રાપ્તિ, સમ્યગ્દર્શન-સત્ય વસ્તુની એળખ અને સમ્યક્ચારિત્ર-સદ્ગુણી જીવનની પ્રાપ્તિ માટે આજ સુધીમાં તિથિ, પર્વો, કલ્યાણુકમહેાત્સવે, અદ્દિકા વિગેરે જેવા અનેક પ્રસંગા ઉપદેશ્યા-પ્રવર્તાવ્યા છે. એ જ મહાપુસ્નેાનું અનુસરણ કરી આજના યુગમાં પણ જયંતી, શતાબ્દી, નહેર વ્યાખ્યાન આદિ જેવા અનેક શુભ પ્રસંગેા ઊભા કરવામાં આવે છે, જેથી પ્રજાજીવનમાંથી એસરી ગયેલા બાહ્ય અને આભ્યંતર જ્ઞાનાદિ ગુણેાની ક્રમે ક્રમે પ્રાપ્તિ તેમ જ વૃદ્ધિ થાય.
ચાલુ વર્ષે આપણી સમક્ષ વિશ્વવિખ્યાત મહાપુરુષ ન્યાયયંબાનિધિ જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજયાનંદસૂરિવર ( પ્રસિદ્ધ નામ શ્રી આત્મારામજી મહારાજ )ની ‘શતાબ્દી ’ને! પ્રસંગ ઉપસ્થિત થયે છે, જે અડગપણે એ મહાપુરુષને પુનિત પગલે ચાલનાર અને એમના જ-આજ્ઞાધારી પ્રભાવશાળીપટ્ટધર આચા પ્રવર શ્રી વિજયવલ્લભસૂરિની અપૂર્વ ભક્તિ અને પ્રેરણાને પરિણામે જન્મ્યા છે.
જે મહાપુરુષની શતાબ્દી ઊજવવાની છે તેમને લક્ષીને તેમના ‘સ્મારક ગ્રંથ ’ માં કાંઈ લખવાનું આમંત્રણ તેના ઉત્પાદક તેમ જ સંપાદક તરફથી મળે, પરંતુ જે મહાપુરુષને આપણે નજરે નિહાળ્યા ન હેાય અથવા જે મહાપુરુષને નજરે જોવાનું સદ્ભાગ્ય આપણને પ્રાપ્ત થયું ન હોય, તેમના સબંધમાં કાંઈ પશુ લખવા પ્રવૃત્તિ કરવી એ એક દષ્ટિએ કૃત્રિમ ગણાય; તેમ છતાં બીજી દષ્ટિએ વિચાર્ કરતાં લાગે છે કે મહાપુરુષો સ્થૂલ દેહે ભલે આ ફ્રાની દુનિયાનેા ત્યાગ કરી ગયા હેાય તે છતાં તેએ— સૂક્ષ્મ દેહે કહા, ચહાય અક્ષરદેહે કહેા—સદાય આ જગતમાં જીવતા-જાગતા જ હાય છે, એટલે આપણે
Page #2
--------------------------------------------------------------------------
________________ જેસલમેર પત્રધારા [ 273 એ મહાપુરુષને તેમના અક્ષરદેહ ઉપરથી ઓળખવા પ્રયત્ન કરીએ તે કૃત્રિમતા નહિ ગણાય. સ્વર્ગવાસી ગુસ્કેવે પોતાના જીવનમાં જે અનેકાનેક સત્કાર્યો કર્યા છે, તેમાં એ મુદેવની ગ્રંથરચનાને પણ સમાવેશ થઈ જાય છે. તેઓશ્રીની ગ્રંથરચના પ્રતિપાદક શિલીની તેમ જ ખંડન-મંડનાત્મક એમ બન્યય પ્રકારની છે. એ ગ્રંથનો સૂક્ષ્મ રીતે અભ્યાસ કરનાર સહેજે સમજી શકે તેમ છે કે એ ગ્રંથની રચના કરનાર મહાપુરુષ કેવા બહુશ્રુત તેમ જ તત્ત્વગષક દષ્ટિએ કેટલા વિશાળ અને ઊંડા અભ્યાસી હતા ! વરસ્તુની વિવેચના કરવામાં તેમાંથી કેટલા ગંભીર હતા ! તેમ જ ખાસ ખાસ મહત્વના સારભૂત પદાર્થોનો વિભાગવાર સંગ્રહ કરવામાં તેમને કેટલું પ્રખર પાંડિત્ય વર્યું હતું ! ગુદેવની ગ્રંથરચનામાં તવનિર્ણયપ્રાસાદ, જેનતવાદ, અજ્ઞાનતિમિરભાસ્કર, નવતત્વ, જેનધર્મવિષયક પ્રશ્નોત્તર, ચિકા પ્રશ્નોત્તર, સમ્યક્ત્વશદ્વાર, પૂજ-સ્તવન–સઝાય–ભાવનાપદસંગ્રહ વગેરે ગ્રંથો પ્રધાન સ્થાને છે. આ બધાય ગ્રંથે એ ગુરુદેવે જનકલ્યાણાર્થે હિંદી ભાષામાં જ રચેલા છે, જેના અભ્યાસ અને અવલોકન દ્વારા દરેક સામાન્ય મનુષ્યો જેનધર્મ તેમ જ ઈતર ધર્મોનાં તત્તવોને અને તેના સારાસારપણને સહેજે સમજી શકે. સ્વર્ગવાસી ગુદેવની સર્વવ્યાપી યશકીર્તિને નહિ સહી શકનાર કેટલાક મહાનુભાવો, ઉપર જણાવ્યા પ્રમાણે એ ગુદેવે સંસ્કૃત-પ્રાકૃતાદિ ભાષામાં કે ગ્રંથની રચના ન કરતાં માત્ર હિંદી ભાષામાં જ બધા ગ્રંથની રચના કરી છે, એ કારણ આપી તેઓશ્રીમાં ખાસ ઊંડો અભ્યાસ ન હોવાની વાતો કરી આત્મસંતોષ મનાવે છે; એ વાતનો પ્રતિવાદ કરવા ખાતર નહિ પણ એ સ્વર્ગવાસી ગુરુદેવમાં વાસ્તવિક રીતે કેટલું ઊંડું જ્ઞાન, કેટલી પ્રતિભા અને કેટલું ગંભીર આલોચન હતાં, એ જાણવા માટે આપણે સહજ પ્રયત્ન કરીએ એમાં વધારે પડતું કશું જ નથી. સ્વર્ગવાસી ગુરૂદેવે રચેલા મુખ્ય મુખ્ય ગ્રંથની અમે ઉપર જે નામાવલી આપી ગયા છીએ, તેમાં જે સંખ્યાબંધ આગમ અને શાસ્ત્રોની વિચારણાઓ ભરેલી છે એ દ્વારા તેઓશ્રીના બહુશ્રુત પણની તેમ જ વિજ્ઞાન અને ઊંડા આલેચનની આપણને ખાતરી મળી જાય છે, તેમ છતાં આપણે તેઓશ્રીના સંગૃહીત જ્ઞાનભંડારો-પુસ્તકસંગ્રહો તરફ નજર કરીએ તો આપણને તેઓશ્રીના ગંભીર વિજ્ઞાનની સવિશેષ ઝાંખી થઈ જાય છે. સ્વર્ગવાસી ગુર્દેવના જ્ઞાનભંડારમાં તેમના સંશોધિત અનેકાનેક ગ્રંથો છે, તેમાં સન્મતિતક શાસ્ત્રની હસ્તલિખિત પ્રતિને એ ગુરુદેવે પોતે વાંચીને સુધારેલી છે. એ સુધારેલા પાઠોને મુદ્રિત સન્મતિતર્કના સંપાદકોએ તેની ટિપણીમાં ઠેકઠેકાણે સ્થાન આપ્યું છે. જે ગ્રંથના અધ્યયન માટે હજારો રૂપિયાનું ખર્ચ કરી નાખવા છતાંય આજે કઈ જૈન સાધુ ખરી રીતે એમાં પાર પડી શક્યા નથી, એ ગ્રંથનું વાચન-અધ્યયન, સ્થાનકવાસી જેવા અવિદ્યાપ્રધાન સમાજમાંથી આવેલ એક વ્યક્તિ, પોતાની સ્વયંપ્રતિભાને બળે સમતિતર્ક જેવાં શાસ્ત્રોની મહત્તાને સમજી, પોતાના જીવનની ટૂંક કારકિદી માં કરે એ કરતાં એ સ્વર્ગવાસી મહાપુરુષની પ્રતિભાનું અને તેઓશ્રીની વિજ્ઞાનશક્તિનું જ્વલંત ઉદાહરણ બીજું શું હોઈ શકે ? જે મહાપુરુષ આવા મહર્દિક ગ્રંથોના અધ્યયન-મનન માટે જીવતી પ્રકૃત્તિ કરે એ મહાપુરુષમાં તર્કવિદ્યાવિષયક સ્વયંપ્રતિભાજનિત કેટલું વિષદ પાંડિત્ય હશે એ સ્પષ્ટ . કરવાની આ ઠેકાણે આવશ્યકતા રહેતી નથી. પંજાબ દેશમાં આજે સ્થાન-સ્થાનમાં સ્વર્ગવાસી ગુરુદેવના વસાવેલા વિશાળ જ્ઞાનભંડારો છે. પંજાબ આખામાં દીપતા જ્ઞાનભંડારો જે કઈ હોય તો તે ગુદેવના વસાવેલા આ જ્ઞાનભંડારે જ્ઞાન. 35
Page #3
--------------------------------------------------------------------------
________________ ર૭૪ ] જ્ઞાનાંજલિ જ દીપતા છે. એ ભંડારોમાં સાર સાર ગ્રંથેનો સંગ્રહ કરવા આપણું ગુરદેવે અથાગ પ્રયત્ન કર્યો છે. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહાપાધ્યાય શ્રીમાન યશોવિજપાધ્યાયકૃત પાતંજલ યોગદર્શન ટીકા, અનેકાંતવ્યવસ્થા આદિ જેવા અનેકાનેક અલભ્ય-દુર્લભ્ય પ્રાસાદગ્રંથની નકલે આ ભંડારોમાં વિદ્યભાન છે; આજે આ ગ્રંથની નકલે બીજે ક્યાંય જોવામાં નથી આવતી. સ્વર્ગવાસી ગુદેવે પોતાના વિહાર-પરિભ્રમણ દરમિયાન ગામ-ગામના જ્ઞાનભંડારોની બારીકાઈથી તપાસ કરતાં જ્યાંથી મળી આવ્યા ત્યાંથી તે તે ગ્રંથના ઉતારા કરાવ્યા છે. અહીં આપણે માત્ર એટલું જ જોવાનું છે કે એ ગદેવમાં અપૂર્વ સાહિત્યને પારખવા માટે કેટલી સૂમેક્ષિકા હતી ! જે ગુરુદેવના ભંડારોને બરાબર બારીકાઈથી તપાસવામાં આવે તો તેમાંથી આપણે કેટલીયે અપૂર્વતા જોઈતારવી શકીએ. સ્વર્ગવાસી ગુરુદેવ તેમના જમાનાના એક પ્રષ્ટવ્ય-પૂછવા લાયક પુરુષ હતા, એટલે તેઓશ્રીને ગામેગામના શ્રીસંઘ તરફથી તેમ જ વ્યક્તિગત રીતે પણ નાની કે મોટી દરેક બાબતના વિવિધ પ્રશ્નો પૂછવામાં આવતા. અને ત્યારે તેઓશ્રી તે તે પ્રશ્નોના જે ઉત્તર આપતા (જેમાંના કેટલાક તે સમયના “જૈન ધર્મ પ્રકાશ' માસિકના અંકે વગેરેમાં છપાયેલા છે), એ જોતાં આપણે તેઓશ્રીની ઉત્તર આપવાની પદ્ધતિમાં સ્થિતપ્રજ્ઞપણું, ઉદારતા, નિષ્પક્ષપાતપણું તેમ જ અનાગ્રહીપણું વગેરે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. કેટલાક એક જ વિષયના પ્રશ્નોના ઉત્તરો એ ગુરદેવે પ્રશ્નકારની જિજ્ઞાસા, પરિરિથતિની યોગ્યતા વગેરે ધ્યાનમાં રાખી એટલી ગંભીરતાથી તેમ જ ગ્યતાથી આયા છે કે જેમાં આપણને એ ગુર્દેવની સ્થિતપ્રજ્ઞતા તેમ જ અનાગ્રહીપણને સહેજે ખ્યાલ આવી જાય છે. આ ઠેકાણે અમે ઉદાહરણ ખાતર–પર્યુષણમાં મહાવીર જન્મના દિવસે શ્રીફળ વધેરવાં એ શાસ્ત્રોક્ત છે કે કેમ ? એ રિવાજ કાયમ રાખવો કે કેમ ? એ ચાલુ રિવાજ બંધ કરી શકાય કે નહિ ? અને બંધ કરવો યોગ્ય જણાય તો શા માર્ગ લેવો ?—આ પ્રશ્નો સંબંધમાં સ્વર્ગવાસી ગુરુદેવે જે જુદા જુદા માર્ગદર્શક ઉત્તરો આપ્યા છે (જુઓ, “જૈન ધર્મ પ્રકાશ,” પુસ્તક 9, અંક 8 અને 10 ) તેમ જ તેમાં શ્રીસંધમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ઊભો થવા ન પામે તે માટે જે માર્ગદર્શન કરાવ્યું છે એ જોવાની માત્ર ભલામણ કરીએ છીએ. અંતમાં, ટૂંકમાં અમે એટલું જ કહીએ છીએ કે જ્યારે જ્યારે પ્રજામાં ધાર્મિક તેમ જ નૈતિક નિચેતનતા પ્રગટે છે ત્યારે ત્યારે તેનામાં પ્રાણ પૂરવા માટે એકાદ અવતારી પુરવ જન્મ ધારણ કરે છે, તેમ સ્વર્ગવાસી ગુરુદેવે અવતાર ધારણ કરી જૈન પ્રજામાં અનેક રીતે પ્રાણ પૂર્યા છે. જે જમાનામાં તેઓશ્રીએ ગુજરાતની ધરા ઉપર પગ મૂક્યો ત્યારે જૈન સાધુઓની સંખ્યા અતિ અલ્પ હતી, તેમાં શાસ્ત્રો ગણ્યાગાંઠયા હતા, દેશ-વિદેશમાં જૈન સાધુઓનો પ્રચાર અતિવિરલ હતો; તે સમયે આ બધી બાબતોમાં એ ગુરુદેવે પોતાની પ્રતિભા દ્વારા સંગીન ઉમેરે કર્યો છે. એમની પ્રતિભાને બળે જ શ્રીમાન વીરચંદ રાઘવજી ગાંધી ચિકાગોની સર્વધર્મ પરિષદમાં જઈને જૈનધર્મનાં તમને વિશ્વના મેદાનમાં રજૂ કરી શક્યા છે. એ સ્વર્ગવાસી પરમ પવિત્ર ગુરુદેવના અગમ્ય તેજને પ્રતાપે આપણે સૌ વર્તમાન યુગને અનુરૂપ ધર્મસેવા, સાહિત્યસેવા અને જનસેવા કરવાનું બળ મેળવીએ એટલું ઇચ્છી વિરમીએ. कुण्ठाऽपि यदि सोत्कण्ठा, त्वद्गुणग्रहणं प्रति / ममषा भारती तर्हि, स्वस्त्येतस्यै किमन्यया ? // आचार्य हेमचन्द्र જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, સં. 1992 ]